
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in નવિન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે વર્ષ ૨૦૨૫-૨૬ માટે NMEO – Oilseed યોજના અંતર્ગત પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેઇન (તેલીબિયા પાકોના પ્રોસેસિંગ માટેની મશીનરી અને ઓઇલ એક્ટ્રેક્શન યુનિટ ઘટક માટે ) આઇ ખેડુત-૨.૦ પોર્ટલ પર ખેડૂતો માટે તા.૨૦/૮/૨૦૨૫ થી તા.૩/૯/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. આ ઘટકમાં સહાય લાભ સરકારી અથવા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ અથવા FPOs અથવા સહકારી સંસ્થાઓ અથવા આ યોજના સાથે સંકળાયેલ value Chain Partners ( VCPs) ને લાભ મળવા પાત્ર હોય રસ હિત ઘરાવતી સંસ્થાઓને આ ઘટકમા લાભ લેવા અરજી કરવા ખેતીવાડી ખાતા દ્વારા જાણ તેમજ અનુરોધ કરવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નો સંપર્ક કરવા જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



