PRANTIJSABARKANTHA
સરકારી આઈ.ટી.આઈ પ્રાંતિજ ખાતે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ

સરકારી આઈ.ટી.આઈ પ્રાંતિજ ખાતે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ
સાબરકાંઠા સરકારી આઈટીઆઈ પ્રાંતિજ મોટી બોખ તા. પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા માં ૦૧ વર્ષના ટ્રેડ વેલ્ડર ની 29 બેઠકો ઉપર પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે સંસ્થા ખાતે ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. પ્રવેશની કાર્યવાહી માટેની છેલ્લી તારીખ 30/ 9/ 2024 સ્થળ: સરકારી આઈ.ટી.આઈ પ્રાંતિજ ઇન્દિરા નગર મોટી બોખ પ્રાંતિજ ખાતે રૂબરૂ હાજર રહેવા આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ પ્રાંતિજ


