*ખેડબ્રહ્માના વાસણા રોડ પર આવેલ હનુમાનજી મંદિરમાંથી દારુની પોટલીઓ મળી આવી, …..

અહેવાલ :- પ્રતિક ભોઈ
*ખેડબ્રહ્માના વાસણા રોડ પર આવેલ હનુમાનજી મંદિરમાંથી દારુની પોટલીઓ મળી આવી, …..
…. લુખ્ખા તત્વોએ મંદિરમાં દારૂની મહેફિલ માણી*
…ખેડબ્રહ્મા વાસણા રોડ વિસ્તાર લુખ્ખા તત્વો નો અડો બન્યો હોવાની બુમરાડ
.સ્થાનિક ખેડબ્રહ્મા પોલીસના લુખ્ખા તત્વો આગળ આંખ આડા કાન…
ખેડબ્રહ્મા વાસણા રોડ ઉપર રાત્રિના બાર બાર વાગ્યા સુધી નબીરાઓ ની અવરજવર અને જાહેર રોડ ઉપર મહેફિલ માણતા હોવાની પણ લોક ચર્ચા….
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતેના વાસણા રોડ પર આવેલ હનુમાનજી મંદિરમાં વહેલી સવારે પૂજારી તથા ભક્તો નિત્યક્રમ મુજબ મંદિર પરિસરમાં પ્રવેશ કરતા પરિસરની સામે આવેલ ગણપતિ મંદિર આગળ દેશી દારુની ખાલી પોટલી જોવા મળતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોની લાગણીઓ દુભાઈ હતી. મંદિર પરિસરમાં વધુ તપાસ કરતા મંદિરના પાછળના ભાગે પણ દારુની ખાલી પોટલી અને તેની સાથે ફરસાણનુ ખાલી પેકેટ જોવા મળ્યુ હતુ તેજ ક્રમમાં મુખ્ય દરવાજા પાસે બેઠકની નીચેની બાજુએ આજ વસ્તુ જોવા મળતાં પૂજારી તથા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ બાબતે કેટલાક ભક્તોએ જણાવેલ કે આવી પોટલીઓ આ મંદિરમાં અવાર નવાર જોવા મળે છે અને હિન્દુ સમાજમાં લાગણીને ઠેસ પહોચાડતા આવા લુખ્ખા અસામાજી તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવા લોકોએ આહવાન કર્યું હતું.. મંદિરમાં દારૂની પોટલીઓ મળી આવતા આવા લુખ્ખા તત્વો હવે પવિત્ર ગણાતી જગ્યાને પણ અપવિત્ર કરી અભડાવી રહ્યા છે. ભક્ત જનોની માંગણી છે કે આ બાબતે પોલીસ ઘ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી ઊઠવા પામી છે.
….સ્થાનિક આગેવાન અને સોસાયટી વિસ્તારના લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની અંદર લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયો છે રાત્રિના સમયે એકલદોકલ બેન દીકરીને નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે પોલીસ તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે





