
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
(પીએમજેએવાય-મા) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે અરવલ્લી જીલ્લામાં વિશેષ ડ્રાઇવ યોજવામાં આવેલ.
અરવલ્લી જીલ્લામાં 70 વર્ષ કે 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ટ નાગરિકો માટે તથા એનએફએસએ કાર્ડ ધરાવતા કુટુંબો માટે માન.જીલ્લા વિકાસ અધિકારી અરવલ્લી દિપેશ કેડિયાની સૂચના અને માર્ગદર્શન અન્વયે સમગ્ર અરવલ્લી જીલ્લામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ મળી રહે તથા પીએમજેએવાય યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે સારું સઘન ઝુંબેશ સ્વરૂપે આરોગ્ય વિભાગ દ્વારા આજે પીએમજેએવાય પાત્રતા ધરાવતા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ કાઢવા માટેની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવેલ.સમગ્ર જીલ્લામાં આયોજિત આ ઝુંબેશ અંતર્ગત આશા બહેનો, ફીહેવ, મપહેવ, સીએચઓ દ્વારા “હાઉસ ટુ હાઉસ” તથા આરોગ્ય સંસ્થાઓ તથા કેમ્પ આધારિત અને જન – સમુદાયોમાં કામગીરી કરવામાં આવી.
આ ઝુંબેશને સફળ બનાવવા જીલ્લાના તમામ તબીબી અધિકારીઓ,તાલુકા આરોગ્ય અધિકારીઓ,આયુષ તબીબો તથા આરોગ્ય કર્મીઓની અહમ ભૂમિકા રહી હતી.સમગ્ર PMJAY ઝુંબેશનું સુપરવિઝન અને મોનીટરીંગ ડીકયુંએએમઓશ્રી, જીલ્લાની ટીમ તેમજ વિવિધ સ્તરે સમન્વયથી કરાયું હતું.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પરમારના જણાવ્યા અનુસાર પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સમયસર કાર્ડ મળી રહે તે અંગેની વિશેષ ઝુંબેશ યોજી આજે 5900/- થી વધુ પીએમજેએવાય કાર્ડ કાઢી પાત્ર ધરાવતા લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવેલ.



