IDARSABARKANTHA

ઈડર નામદાર કોર્ટનો ચેક રિટર્નના કેસમાં મહત્વનો ચુકાદો

ઈડર નામદાર કોર્ટનો ચેક રિટર્નના કેસમાં મહત્વનો ચુકાદો

ખેડુતના રૂપિયા વેપારીએ ન ચૂકવતા કોર્ટે સજાનો હુકમ કર્યો

વકીલ ડી.ડી.દેસાઈની ધારદાર દલીલોથી ખેડૂતને ન્યાય મળ્યો

માલ લીધા પછી ચેક આપી રૂપીયા ન ચૂકવતા હોય તેવા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

આ અંગે મળતી વિગતો મુજબ આ કેસના ફરિયાદી (ખેડૂત) પટેલ લલિત અમૃતભાઈ રહે.નણેસ્વર કંપા તા.વડાલી એ આરોપી રોહિત અમુતલાલ મહેતા રહે.ઈડરની તીર્થ કિરણા સ્ટોર્સ નામની પેઢીમાં એરંડા ૧૫૦ મણ ભરાવેલ અને તેના રૂપિયા બે લાખનો ચેક આરોપી વેપારીએ ફરિયાદીને આપ્યો હતો જે ચેક ફરિયાદીએ બેંકમાં રજૂ કરતાં ચેક રિટર્ન થયેલ અને જેને લઈને ફરિયાદી ખેડૂતએ ઈડર નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને તે કેસ ઈડર નામદાર કોર્ટમાં ચાલી જતા તે દરમિયાન ફરિયાદીના વકીલ ડી.ડી.દેસાઈ (મુડેટી)એ પુરાવા રજુ કરતા અને તેમની ધારદાર દલીલો ગાહ્ય રાખી ઈડર ના એડી.ચિફ.જુયું મેજીસ્ટ્રેટ આર.જે. પરમારએ આરોપી (વેપારી) ને નામદાર કોર્ટે ૧(એક) વર્ષની સજા તથા ચેકની રકમ બે (૨) માસમાં ચુકવી આપવી તેવો હુકમ કરતા ખેડુત આલમમાં હાશકારો થયો હતો અને વેપારીયો કે જેવો માલ લીધા પછી ચેક આપી રૂપીયા ન ચૂકવતા હોય તેવા વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!