ENTERTAINMENT

ઉર્ફી જાવેદનું નવુ પરાક્રમ

જ્યારે પણ ઉર્ફી જાવેદ(Urfi Javed ) ક્યાંક સ્પોટ થાય છે અથવા સોશિયલ મીડિયા પર તેનો ફોટો કે વીડિયો દેખાય છે, ત્યારે તેની વિચિત્ર ફેશન સેન્સ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ઉર્ફી (Urfi Javed )હંમેશા તેના અતરંગી ડ્રેસિંગ સેન્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં ઉર્ફી પોતાની નવી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે.
રવિવારે, ઉર્ફીએ (Urfi Javed )ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પોસ્ટ કરી, જેમાં તે ગુલાબી ફ્લોરલ પ્રિન્ટેડ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફીનો આ ડ્રેસ બેકલેસ છે. તે જ સમયે, ઉર્ફીએ આ ડ્રેસમાં પોઝ આપ્યો છે. આ તસવીરોમાં ઉર્ફીની સ્ટાઈલ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. જોકે, તેણે આ આઉટફિટ સાથે પણ એક વિચિત્ર પ્રયોગ કર્યો છે.

આ ફોટોમાં જોઈ શકાય છે કે ઉર્ફીએ તેના વાળ બાંધ્યા છે. જો કે, તેણે તેને બાંધવા માટે મિની હેન્ડબેગનો ઉપયોગ કર્યો છે, જેના કારણે તેનો લુક પણ ચર્ચામાં આવી ગયો છે. હવે ઉર્ફી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તેના આ લુક પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉર્ફીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં ચત્રપાલ નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, ‘આ નમૂનાને મારે શું નામ આપવું જોઈએ. તનીશ ચૌહાણ નામના વ્યક્તિએ કહ્યું, “આવા આઈડિયા ક્યાંથી આવે છે.” અનન્યા નામની યુઝરે કોમેન્ટ કરી, “નેક્સ્ટ લેવલ ક્રિએટીવીટી.” આવી એકાદ-બે નહીં અનેક કોમેન્ટ જોવા મળી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!