HIMATNAGARSABARKANTHA
આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર તેમજ દક્ષિણ બારેશી આંજણા ચૌધરી સમાજનું ગૌરવ.

અહેવાલ:- પ્રતિક ભોઈ
આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર તેમજ દક્ષિણ બારેશી આંજણા ચૌધરી સમાજનું ગૌરવ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એમ.એમ. ચૌધરી આર્ટસ કોલેજ, રાજેન્દ્રનગરમાં સંસ્કૃત વિષયના પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા પ્રા.લીલાબેન એસ પટેલે પ્રિ.ડૉ. દિનેશભાઈ પી.માછી (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર )ના માર્ગદર્શન હેઠળ “મહાભારતમાં શિક્ષાદર્શન અને રાષ્ટ્રદર્શન – એક અધ્યયન” વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરી હતી જે બદલ ભિલોડા તાલુકાના આંજણા ચૌધરી પટેલ સમાજે ગૌરવ અનુભવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ સંસ્થાના પ્રમુખશ્રી,આચાર્યશ્રી તેમજ સંસ્થાના સમગ્ર પરિવારે પણ અભિનંદન પાઠવ્યા હતા.



