GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાએ વેપારીઓને ગુલાબનું ફૂલ આપી સ્વચ્છતા રાખવા સમજણ આપી

તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા ગાંધીગીરી અપનાવાઈ છે જેમાં બુધવારે સાંજના સમયે મહાનગરપાલીકાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણે, નાયબ કમીશ્નર એસ.કે.કટારા સહિતની ટીમ શહેરના ટાવર ચોકથી લઈને મહેતા માર્કેટ સુધી ચાલીને નીકળી હતી જેમાં દરેક વેપારીને ગુલાબનું ફુલ આપી રસ્તા પર ગંદકી ન કરવા, સ્વચ્છત રાખવા જણાવ્યુ હતુ આ ઉપરાંત દિવસમાં બે વાર નીકળતી કચરાની ગાડીમાં પોતાની દુકાનનો કચરો નાંખવા અપીલ કરી હતી જ્યારે સુરેન્દ્રનગર શહેરના અને જુદા જુદા વિસ્તારોમાં મહાનગર પાલિકાના કમિશ્નર તેમજ તેમનો સ્ટાફ સાથે રહ્યો હતો સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને ગાંધીગીરી સાથે વેપારીઓને ગુલાબનું ફૂલ આપી અને સ્વચ્છ સુંદર અને સુઘડ રાખવા માટેની દુકાનદારોને અપીલ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટાંકી ચોક વિસ્તાર માં આવેલા ગુલશન પાનના સંચાલક હાજીભાઈને પણ ગુલાબ આપી અને ગાંધીગીરી સાથે સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરવામાં આવી હતી ગુલશન પાનના સંચાલક હાજીભાઈ સાથે કમિશ્નર મુલાકાત કરી અને ભાવ બિભોર સાથે કમિશનરની વાતને સમજી અને સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ રાખવું એ લોકોની જવાબદારી છે સ્વચ્છતા હશે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને બીમારી પણ જ્યાં સ્વચ્છતા હશે ત્યાં નહીં રહે તેવું કમિશનરને જણાવતા કમિશનર પણ ખુશ ખુશાલ થઈ ગયા હતા.

Back to top button
error: Content is protected !!