PORBANDARPORBANDAR CITY / TALUKO

સરકારી પ્રાથમિક શાળામાં ભણતી ૧ર વર્ષ ૧૦ મહિનાની બાળકી પર શિક્ષકે દૂષ્કર્મ આચર્યું

'અમારો સાહેબ વિપુલ ગોહેલ અમારી સાથે ખરાબ કામ કરે છે એટલે મારે ભણવા જવું નથી!

પોરબંદરના મંડેર ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણતી એક વિદ્યાર્થિનીને શાળાનો ભણવા જવાનો સમય થતા તેની માતાએ તારે ભણવા નથી જવું ? તેમ કહેતા ૧ર વર્ષ ૧૦ મહિનાની આ બાળકી રડવા લાગી હતી અને માતાને એવું જણાવ્યું હતું કે, ‘અમારો સાહેબ વિપુલ ગોહેલ અમારી સાથે ખરાબ કામ કરે છે એટલે મારે ભણવા જવું નથી! *

આથી માતા ચોંકી ઉઠી હતી અને પુત્રીને વધૂ પૂછ્યું હતું કે ‘તારા સાહેબે તારી સાથે શું ખરાબ કામ કર્યું? ત્યારે બાળકીએ ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, ‘૨૬ જાન્યુઆરીની ઉજવણી પહેલા રરમી જાન્યુઆરીએ વિપુલ ગોહેલ હાથ પકડીને સ્કૂલની બિલ્ડીંગના બીજા માળે લઈ ગયો હતો અને એવું પૂછયું હતું કે તને માસિક આવે છે ?’ તેમ કહેતા આ બાળકીએ ના પાડી હતી. ત્યારબાદ અડપલા કરવા લાગ્યો હતો આથી તેમ કરવાની ના પાડતા મોઢા ઉપર હાથ રાખીને બૂમો પાડતી નહીં નહીંતર અહીં મેડી ઉપરથી તને નીચે ફેંકી દઈશ તેમ કહીને ત્યાં નીચે સુવડાવીને દૂષ્કર્મ આચર્યું હતું.

ત્યાર બાદ ૨૩મી જાન્યુઆરીએ ફરીથી વિપુલ ગોહેલ બાળકીને શાળાના બીજા માળે લઈ ગયો હતો અને બીજા દિવસે પણ દૂષ્કર્મ ગુજાર્યું હતું.

ત્યાર પછી ર૪મી જાન્યુઆરીના પણ અલગ અલગ સમયે વિપુલે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો મેડી ઉપરથી નીચે ફેંકીને મારી નાખીશ તેથી તે ખૂબ જ ડરી ગઈ હતી અને પરિવારજનોને જાણ કરી ન હતી.

પરંતુ શાળાએ જવાના સમયે સવારે રડતી હતી ત્યારે સમગ્ર હકીકત વર્ણવતા અંતે એ મહિલાએ તેના પતિને વાત કરી હતી અને સમાજના આગેવાનો એકત્ર થઈ ગયા હતા તથા સરકારી શાળાના આચાર્યને મળવા ગયા હતા અને પોલીસને પણ બોલાવી હતી તથા શિક્ષક વિપુલ ગોહિલને પોલીસ મથક ખાતે લઈ જવાયો હતો તથા ત્યારબાદ આ શિક્ષક સામે ચાર વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઘેડ પંથકમાં બનેલા આ બનાવે ભારે ચકચાર જગાવી છે અને સરકાર બેટી બચાવો યોજનાના ૧૦ વર્ષના ગાણા ગાઈ રહી છે ત્યારે જ આ પ્રકારનો બનાવ બનતા શિક્ષક ઉપર ફિટકાર વરસી રહ્યો છે અને તેનું સરઘસ કાઢવામાં આવે અને સરભરા કરવામાં આવે તેવી માંગણી થઈ છે. તે ઉપરાંત આ શાળામાં અન્ય કોઈ બાળકીઓ તેનો શિકાર બની છે કે કેમ તે અંગે પણ સાચી માહિતી બહાર આવે તેવી માંગ થઈ છે.


Back to top button
error: Content is protected !!