MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ૩૧ ઓગસ્ટ સુધી હથિયારબંધી; અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું

 

MORBI:મોરબી જિલ્લામાં ૩૧ ઓગસ્ટ સુધી હથિયારબંધી; અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું

 

 

 

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૦૮-૨૦૨૫ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ ઉપરાંત મનુષ્યો, શબો, આકૃતિઓ, પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની, ભેદભાવ અથવા ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો/વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.

Back to top button
error: Content is protected !!