HIMATNAGARSABARKANTHA

*ઇડરના રેવાસ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

અહેવાલ:-  પ્રતિક ભોઈ

*ઇડરના રેવાસ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
**
સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના કાનપુર ક્લસ્ટરના રેવાસ ગામ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો, જમીનની ઉર્વરક શક્તિ જાળવવાની રીતો અને રસાયણમુક્ત ખેતી દ્વારા સ્વસ્થ જીવન તરફ આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. વધતા રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગને કારણે જમીનની ઉપજ ક્ષમતા ઘટી રહી છે, તેમજ પાકમાં રહેલા અવશેષો માનવીના સ્વાસ્થ્ય માટે પણ ખતરો ઊભો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ એક સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફનો મહત્વપૂર્ણ પ્રયત્ન છે.
જાગૃતિ કાર્યક્રમમાં ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, જેવી જૈવિક પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!