GUJARATPANCHMAHALSHEHERA

કાંકણપુર આર્ટસ અને કૉમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવમાં લોક નૃત્યમાં દ્વિતીય નંબર મેળવ્યો

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

હાલ તાજેતરમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે યોજાય ગયેલ સ્પંદન યુવક મહોત્સવ- 2024માં વિવિધ યુનિવર્સિટી સંલગ્ન 102 કોલેજે વિવિધ 28 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં જે.એલ.કે.કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજ, કાંકણપુર દ્વારા લોક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ લોકનૃત્યમાં કુલ 42 જેટલા લોક નૃત્યમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. નંબર પ્રાપ્ત થતા જ કોલેજ અને સંસ્થા નું ગૌરવ વધાર્યું હતું. આ લોક નૃત્યને તૈયાર કરાવનાર ડૉ. જૂઇ ઉપાધ્યાય, ડૉ. ઉષાબેન પટેલ અને છાયાબેન પરમારે મહત્વની ભૂમિકા ભજવી. સાંસ્કૃતિક સમિતિના કન્વીનર એવા ડૉ. જે. એલ પટેલના માર્ગદર્શન હેઠળ આ ઇવેન્ટ યોજાઈ હતી. આ લોક નૃત્યમાં ભાગ લેનાર મકવાણા

શાલીની, મકવાણા લક્ષ્મી, પરમાર આરતી, ડાભી કોમલ, બારીયા સોહાની,બામણીયા મિત્તલ,બામણીયા નિધિ, રાહુલજી હર્ષિતા, ચૌહાણ વનિતા અને બારીયા શ્રદ્ધાને તથા સમગ્ર સાંસ્કૃતિક ટીમને લોક નૃત્યમાં વિજેતા થતા સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મે. ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ,કોલેજ ના આચાર્ય ડૉ. જે પી. પટેલે તથા કોલેજના સમગ્ર સ્ટાફે સમગ્ર ટીમને આ ક્ષેત્રે ખુબ આગળ વધે તે માટે અભિનંદન પાઠવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!