SABARKANTHA

બનાસકાંઠા જીલ્લાના અંબાજી પો.સ્ટે.ના મર્ડરના ગુનામાં આજીવન સજા પડેલ છેલ્લા સોળ વર્ષથી પેરોલ જંપ પાકા કામના કેદી આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી

બનાસકાંઠા જીલ્લાના અંબાજી પો.સ્ટે.ના મર્ડરના ગુનામાં આજીવન સજા પડેલ છેલ્લા સોળ વર્ષથી પેરોલ જંપ પાકા કામના કેદી આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ આગામી નવરાત્રીના તહેવાર અન્વયે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કાર્યવાહી કરવા તથા એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા એસ.ઓ.જી. પો.ઇન્સ. ડી.સી.સાકરીયા નાઓને સુચના કરવામાં આવેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકભાઇ તથા આ.પો.કોન્સ ભાવેશકુમાર પશાભાઈ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે મધ્યસ્થ જેલ,અમદાવાદના પાકા કામના કેદી નંબર-ડ/૧૧૬૪૧ લસમાભાઈ આશાભાઇ પરમાર ઉ.વ.-૪૦ રહે. બારાબેડી તા.પોશીના જી.સાબરકાંઠાવાળાને હિંમતનગર બસ સ્ટેશન આગળથી હસ્તગત કરી જીલ્લા જેલ હિંમતનગર ખાતે સુપરત કરી કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ.એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓને મધ્યસ્થ જેલ,અમદાવાદના છેલ્લા સોળ વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ કેદી આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

કામગીરી કરનાર:-

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા તથા અ.હે.કોન્સ.ભાવિનકુમાર રસિકભાઇ તથા આ.હે.કોન્સ કિરીટસિંહ રજનીકાન્તસિંહ તથા આ પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ તથા અ.પો.કોન્સ. પંકજકુમાર કાન્તીલાલ તથા ડા.હે.કોન્સ. દશરથભાઈ જેઠાભાઈ

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!