પાલનપુર ખાતે સોની સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

15 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાચ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલ પાડ્યાદાતાશ્રીઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતોપાલનપુર ખાતે શ્રી ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજનો 20મો સમૂહ લગ્ન યોજાયો જેમાં પાંચ નવદંપતીઓએ પ્રભુતામાં પગલ પાડ્યા હતા.
શ્રી ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજનો 20 મો સમૂહલગ્નોત્સવ પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેમાં પાંચ નવદંપતીઓએ અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફર્યા હતા. આ પ્રસંગે સમાજના દાતાશ્રીઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ ઉપરાંત સમૂહ લગ્નમાં નવદપતીઓની લગ્ન નોંધણી પણ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના અધિકારી સંજયભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૂહ લગ્નમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, સમાજના પ્રમુખ ભરતભાઈ સોની,મંત્રી ગીરીશભાઈ સોની, ખજાનચી કનુભાઈ સોની, ઉપ-પ્રમુખ વિનોદભાઈ સોની, રમેશભાઈ સોની, સહમંત્રી હર્ષદભાઈ સોની, મુકેશભાઈ સોની, પ્રફુલભાઈ સોની,કમલેશભાઈ સોની, હિતેશભાઈ સોની, ઓડિટર વસંતભાઈ સોની, યુથ ક્લબના પ્રમુખ સ્નેહલભાઈ સોની, મંત્રી દિલીપભાઈ સોની, ઓડિટર નિરવભાઈ સોની,સહિત યુથ કલબ ના હોદ્દેદારો તેમજ યુથ ક્લબની ટીમ અને સમાજના કારોબારી સભ્યો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.



