GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લા બાગાયત કચેરી ખાતે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં બાગાયત ખેડૂતોએ જરૂરી કાગળો પહોંચાડવાના રહેશે
તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના બાગાયત ખેડૂતોએ વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હતી. બાગાયત કચેરી દ્વારા ઓનલાઈન અરજીઓ પૂર્વ મંજૂર કરવામાં આવી છે. જે ખેડૂતોને અરજી માટે પૂર્વ મંજૂરી મળી છે, તેમણે તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં જરૂરી અસલ બિલ સહિત સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જિલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટનાં (ફોન નં. ૦૨૮૧-૨૪૪૫૫૧૭) સરનામે પહોંચાડવાના રહેશે. સમયમર્યાદા બાદ આવેલા કાગળો ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ બાગાયત કચેરીની યાદીમાં જણાવાયું છે.