કાલોલ-વેજલપુર માંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવેની હાલત ચંદ્રની ધરતી જેવી.! ઠેર ઠેર ખાડાઓથી લોકો ત્રસ્ત.
તારીખ ૦૬/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના હાલોલ શામળાજી હાઇવે રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે પંચમહાલ નું વહીવટી તંત્ર આટલું બેદરકાર કેમ? વેજલપુરમાંથી પ્રસાર થતા હાઇવે રોડ ઉપર પડ્યા બે બે ત્રણ ત્રણ ફૂટના ખાડાઓ તેમ છતાં વહીવટી તંત્ર ને આ ખાડાઓ કેમ નહિ દેખાતા હોય?ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપરથી પ્રસાર થતી એમ્બ્યુલન્સ માં લઇ જતા દર્દીઓને પણ આ રોડ ઉપર પડેલા મસ મોટા ખાડાઓ ને લઈને તકલીફ પડતી હોય છે આ ખાડા વાળા રોડ ઉપર એમ્બ્યુલન્સ આખી હલન દોલન થાય છે કેમ આવા દ્રશ્યો સરકારી બાબુઓને કેમ નહિ દેખાતા હોય? ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર ખાડાઓ પડ્યા છે કે પછી ખાડાઓ વાળો રોડ બનાવ્યો છે તેવા રોડ વિભાગના વહીવટી તંત્ર ઉપર સર્ગતા સવાલો સ્થાનિક જનતા કરી રહી છે.ત્યારે આ હાલોલ શામળાજી રોડ ઉપર પડેલા મોટા ખાડાઓ ટોલ કંપની ને નહિ દેખાતા હોય આ નફ્ફટ ટોલ કંપની ટોલ વસલૂવામાં એટલી મશગુલ છે કે તે ટોલ કંપની ને આ રોડ ઉપર પડેલા ખાડાઓ પણ નથી દેખાય રહ્યા છે અને વરસાદ અટકતા તંત્ર દ્વારા માત્ર થીંગડા મારી કામગીરીનો સંતોષ વ્યક્ત કરવામા આવે છે પરંતુ વરસાદ પડતા ફરી હાલોલ-શામળાજી હાઇવે ચંદ્રની ધરતી બની જાય છે.!.ત્યારે રોડ ખાતું આટલું બેજવાબદાર અને બેદરકાર કેમ બનીને બેઠું છે? આ રોડ ઉપર થી પ્રસાર થતા વાહનો ખાડામાં પટકાતા તેમના વાહનોને નુકસાન થતું હોય છે ટાયર પંક્ચર પડતા હોય છે ત્યારે આ રોડ વિભાગનું વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ પડેલા મોટા મોટા ખાડાઓનું સમાર કામ કરાવે તેવી વાહન ચાલકો અને સ્થાનિક જનતા માંગ કરી રહી છે.