BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના પ્રાથમિક આરોગ્યકેન્દ્ર પાછળ થી કચરાના ઢગલામાં જીવિત નવજાત બાળકી મળી આવી…

ઝાંખો રાખે સાંઇયા માર શકે ના કોઇ કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે નવજાત બાળકીનો જીવ બચાવ્યો.

પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કોઈ નિર્દય જનેતાએ બાળકીને ત્યજી મોત ને હવાલે કરી હતી.

બાળકીનો રડવાનો અવાજ આવતા હોસ્પિટલ સ્ટાફે પાછળના ભાગે તપાસ કરતા બાળકીને કચરા માંથી ઉઠાવી, તાત્કાલિક સારવાર આપી, વધુ સારવાર અર્થે 108 મારફતે છોટાઉદેપુર ખાતે મોકલી આપી હતી.

ઘટનાની જાણકરાલી પોલીસને કરાતા કરાલી પોલીસ ઘટના સ્થળે‌ પહોંચી બાળકીની નિર્દયમાતાની તપાસ હાથ ધરી છે.

નાના એવા ગામમાં બનાવ બનતા ગામમાં ચકચાર મચી ગયો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!