BJP શહેર પ્રમુખ યુવતીને લઈને ફરાર !!!
સાબરકાંઠા પોતાના રાજકારણના કારણે અવારનવાર ચર્ચામાં આવતું રહે છે. જો કે સાબરકાંઠા આ વખતે રાજકીય નેતાના કારણે ચર્ચામાં આવ્યું છે પરંતુ તેની પાછળ રાજકારણ નહી પરંતુ પ્રેમકારણ છે. એક ખુબ જ ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પ્રાંતિજના ભાજપના શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ એક યુવતીને ભગાડી ગયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વાત સામે આવતા હવે સમાજ અને રાજકીય પક્ષો તમામ એક્ટિવ થયા છે. એક જવાબદાર પદ પર બેઠેલા નેતા આ રીતે યુવતીને ભગાડી જતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે પોલીસ અરજી થતા પોલીસ પણ વિમાસણમાં મુકાઇ છે.
આ ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સાબરકાંઠાનાં પ્રાંતિજના ભાજપ પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ નામના નેતા એક યુવતીને લઇને ફરાર થઇ ગયો છે. જેની જાણ યુવતીના પરિવારજનોને થતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. કુશવ બ્રહ્મભટ્ટ નામનો આ યુવાનેતા યુવતીને ભગાડી જતાં યુવતીના પરિવારે પ્રાંતિજ પોલીસ મથકે રજૂઆત કરી છે. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓને તેમની દીકરીને પરત લાવવા માટે અરજી કરી છે. જો કે ભાજપ નેતા હોવાથી પોલીસ પણ કેસ દાખલ કરવા મામલે ખચકાઇ રહી છે. ઉપરી અધિકારીઓના આદેશની રાહ જોઇ રહી છે. જો કે યુવતીના સમાજના અગ્રણીઓ અને અન્ય પાર્ટીનાં નેતાઓ પણ એક્ટિવ થતા પોલીસ હરકતમાં આવવા મજબુર બની છે.
ભાજપના શહેર પ્રમુખ જેવા મહત્ત્વના હોદ્દા પર રહેલો નેતા કુશવ બ્રહ્મભટ્ટ યુવતીને ભગાડી જતાં નાનકડા શહેરમાં વાત જંગલની આગની જેમ ફેલાઇ ગઇ હતી. સમગ્ર મામલો વિવાદિત બની ગયો છે. આ કિસ્સાએ માત્ર પ્રાંતિજ જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લા અને રાજ્યનું રાજકારણ ગરમાવી દીધું છે. પોલીસે પહેલા તો હંમેશાની જેમ વિવિધ બહાના બનાવીને કાવાદાવા કર્યા હતા જો કે યુવતીનાં સમાજનાં લોકો અને વિપક્ષી નેતાઓ એક્ટિવ થતા પરિવારજનોની રજૂઆત નોંધીને ફરાર થયેલા ભાજપના નેતા અને યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
જો કે પહેલાથી જ આંતરિક વિખવાદ અને ખેંચતાણ સહિતની બાબતો સામે જજુમી રહેલી ભાજપ માટે આ ખુબ જ વિચિત્ર પરિસ્થિતિ પેદા થઇ છે. જ્યાં એક ખુબ જ મહત્વના પદ પર રહેલો નેતા આવી છીંછરી હરકત કરીને યુવતીને ભગાડી ગયો છે. હવે આ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે. જિલ્લામાં સમાજનાં તથા વિપક્ષનાં નેતાઓ એક્ટિવ થયા છે. જેનાં કારણે ભાજપ ફરી એકવાર ખુબ જ ભુંડી પરિસ્થિતિમાં મુકાયું છે. જો કે આ રંગીન મિજાજ નેતા વિરુદ્ધ કોઇ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.