HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા ઈડર વિધાનસભા બેઠક પર ભાજપને મોટો ફટકો પડ્યો

સુ રમણલાલ વોરા ધારાસભ્ય ના કારણે ઠાકોર સમાજના ૨૦૦ થી વધુ લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા??

સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી જુમ્બેશ તેમજ મિસ કોલ અભિયાન અંતર્ગત અગત્યની મિટીંગ મળી હતી અને પદ યાત્રા કાઢવામા આવી હતી જેમા ઈડર વિધાનસભાની બેઠક પર

ભાજપને આજે મોટો ફટકો પડયો છે જેમાં ઈડર પશ્ચિમ વિભાગના ૨૦૦ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે જેમાં રમણ વોરાની વાણી વિલાસ તેમજ અશોભનીય વર્તનને લઈ કાર્યકરો નારાજ હતા તેમજ તેમના વિસ્તારમાં કોઈ કામ ન થતા હોવાને લઈ ભાજપ સામે મોટી નારાજગી છેલ્લા કેટલાય દિવસથી જોવા મળી હતી જેથી કાર્યકરો ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસનો પંજો ધારણ કરી લીધો હતો જેમાં પૂર્વ તાલુકા પંચાયત ઉમેદવાર ડૉ.અલ્પેશ ઠાકોર,સોમાજી ઠાકોર ના આગેવાનીમાં ૨૦૦ થી વધુ ઠાકોર સમાજના લોકો વિધિવત રીતે રવિવારે સવારે ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

 

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજાયો હતો જેના ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામજી ઠાકોર અને શહેર પ્રમુખ જીતુ પંચાલ સહિત ઈડર કોંગ્રેસ પરિવારે ઠાકોર સમાજ ના આગેવાનોને આવકારી હાર્દિક સ્વાગત કર્યું હતુ જ્યારે ભાજપ પક્ષથી નારાજ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાઈને રેલીમાં સામેલ થયા હતા

મેહુલપટેલ.

Back to top button
error: Content is protected !!