
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૨૮ ડિસેમ્બર : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા પ્રાથમિક વિદ્યા મંદિર,ભુજ ખાતે કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત દીપ પ્રાગટય બાદ સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયાએ કર્યું હતું.બેઠક ઍજન્ડા મુજબ ગત મિટિંગના પ્રોસિડિંગનું વાંચન જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલએ કર્યું હતું જેને ઉપસ્થિત સર્વેએ બહાલી આપી હતી.ત્યારબાદ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના હિસાબ જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝએ રજૂ કર્યા હતા ત્યારબાદ તમામ તાલુકા અધ્યક્ષશ્રીઓ દ્વારા વાર્ષિક સદસ્યતા વૃત્ત, છેલ્લા ત્રણ માસનું વિશેષ વૃત્ત, મંડલ રચના વૃત તથા આપના તાલુકામાં પ્રાન્ત સ્તરના,સંભાગ સ્તરના પદાધિકારીઓના પ્રવાસ અંગેનું વૃત નિવેદન કર્યું હતું.રાષ્ટ્રીય કક્ષાએથી મળેલ સૂચના તથા પ્રસ્તાવ તાલુકા તથા મંડલ કક્ષા સુધી પહોંચાડવા અંતર્ગત પ્રસ્તાવ:- 1 મારી શાળા મારુ તીર્થનું વાંચન જિલ્લા મહિલા સહમંત્રી ડૉ. કૈલાશબેન કાંઠેચા અને પ્રસ્તાવ:- 2 વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકાનું વાંચન જિલ્લા સહ સંગઠન મંત્રી અનિલભાઈ રાઠોડે કર્યું હતું.વાર્ષિક આયોજન, મંડલ રચના તથા સંભાગ અભ્યાસ વર્ગ અંગે જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયાએ રજુઆત કરી હતી.સંગઠનમાં મહિલા સહભાગીતા વૃદ્ધિ પર જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ એ વિષય મુક્યો હતો.વિવિધ તાલુકાના પડતર પ્રશ્નો જેવા કે: ઓનલાઈન જિલ્લા ફેર બદલી વાળા શિક્ષકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી નિયમ મુજબ છુટા કરવા,અસલ પ્રમાણપત્ર પરત આપવા,સંયુક્ત ગ્રાન્ટ બાકી હપ્તા ફાળવવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે તાલુકા અધ્યક્ષ/મહામંત્રીશ્રી દ્વારા રજુઆત કરવામાં આવી હતી.જેના ઉકેલ માટે આગામી સમયમાં જિલ્લા ટીમ દ્વારા જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ રજુઆત કરવામાં આવશે.જિલ્લા બેઠકમાં મુખ્ય અતિથિ કચ્છ જિલ્લા પ્રભારી અને રાજય આંતરિક ઓડિટર રણછોડજી જાડેજા એ આગામી કાર્યયોજના પર વિચાર રજૂ કરી જૂની પેંશન યોજના ઠરાવ,4200 ગ્રેડ પે,સળંગ સિનિયોરિટી સહિતના પ્રશ્નો ઉકેલવામાં રાજય સંગઠનની ભૂમિકાનો ચિતાર રજૂ કરી જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું.અધ્યક્ષ સ્થાનેથી અધ્યક્ષીય ઉદબોધનમાં જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજાએ રચનાત્મક કાર્યો,શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા,નિયમિત તાલુકા બેઠકો યોજવા,કચેરી મુલાકાત કરવા તમામ તાલુકા અધ્યક્ષ/ મહામંત્રીશ્રીઓને જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન જિલ્લા સંગઠનના પાયાના કાર્યકર્તા અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ તેમજ પ્રાંત ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરાનું નિવૃત્તિ બહુમાન તમામ સંવર્ગો દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ એ અને આભારવિધિ કલ્યાણમંત્ર દ્વારા એચ.ટાટ સંવર્ગ જિલ્લા મહામંત્રી અમરાભાઈ રબારીએ કરી હતી. આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા,અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ,ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ,રાપર તાલુકા અધ્યક્ષ રમેશભાઈ મઢવી,માંડવી તાલુકા અધ્યક્ષ નિલેશભાઈ અબોટી,લખપત તાલુકા અધ્યક્ષ નાથાભાઈ ચૌધરી, ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા, ગાંધીધામ તાલુકા અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,અંજાર નગર અધ્યક્ષ કૈલાશબેન કાંઠેચા સહિત તમામ તાલુકા મહામંત્રી,જિલ્લા કારોબારી સદસ્યો સહિત બહોળી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઇ દેસાઇની યાદીમાં જણાવાયું હતું.






