HIMATNAGARSABARKANTHA
જૈનાચાર્ય આનંદ ધનસૂરિવિદ્યાલયમા વિદ્યાર્થીઓના વિકાસ માટે ચિંતન શિબિરનું સોસાયટી નગર વિકાસ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
સોસાયટી નગર વિકાસ મંડળ દ્વારા જૈનાચાર્ય આનંદ ધનસૂરિવિદ્યાલયમા વિદ્યાર્થીઓના વિકાસ માટે ચિંતન શિબિરનું સોસાયટી નગર વિકાસ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળના પ્રમુખશ્રી સી .સી .શેઠ ઉપપ્રમુખ શ્રી પિયુષભાઈ દવે, મંત્રી શ્રી મધુસુદન ભાઈ ખમાર, ખજાનચી શ્રી દિલીપભાઈ શાહ, શ્રી અતુલભાઇ દીક્ષિત, શ્રી ગોપાલ સિંહ રાઠોડ, શ્રી વિજયભાઈ ઠાકરે, શ્રીરમેશભાઈ ગાંધી તેમજ મહેન્દ્રભાઈ સુથારે હાજર રહી વિદ્યાર્થીઓના વિકાસ માટે અને સંસ્થાના વિકાસ માટે વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ તેમજ શાળાના સુપરવાઇઝર શ્રી પીડી દેસાઈએ તેમજ સમગ્ર શાળા પરિવારે શાળાના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ ઉચ્ચતમ શિખરો સર કરાવવાની નેમ લીધી હતી અને સુંદર વાતાવરણમાં ચિંતન શિબિર પૂરી થઈ હતી




