SABARKANTHA

સાબરકાંઠા જિલ્લા અગ્રણી અને નગરપાલિકા ના સદસ્ય અને હોદ્દેદાર શ્રી અમૃતભાઈ પુરોહિત ના મતવિસ્તાર ની અનંત વિહાર સોસાયટી ના કોમન પ્લોટ માં વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તા – 3/7/2024 દાનવીર સાબરકાંઠા જિલ્લાના ભામાશા મંદિરોમાં તેમજ ધાર્મિક કામોમાં સતત કાર્યશીલ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા જિલ્લા અગ્રણી અને નગરપાલિકા ના સદસ્ય અને હોદ્દેદાર શ્રી અમૃતભાઈ પુરોહિત ના મતવિસ્તાર ની અનંત વિહાર સોસાયટી ના કોમન પ્લોટ માં વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકા પ્રમુખ, શ્રી વિમલભાઈ ઉપાધ્યાયશહેર પ્રમુખ, વાસુદેવભાઈ રાવલ નગરપાલિકાના ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી નગરપાલિકાના સદસ્ય અને નગરપાલિકાના હોદ્દેદાર શ્રી રાજુભાઈ દેસાઈ પૂર્વ નગરપાલિકાના સદસ્ય શ્રી અરુણાબેન કડિયા તેમજ વોર્ડ નંબર છ ના પ્રમુખશ્રી બીપીન ભાઈ દરજીવોર્ડ-૭ ના સર્વે કાર્યકર મિત્રો તથા નગરપાલિકા ના સાથી સદસ્યો ઉપસ્થિત રહ્યા… વૃક્ષારોપણ સાથે અમૃતભાઈ પુરોહિત દ્વારા સર્વે કાર્યકર્તાઓ તેમજ હિંમતનગરના શ્રેષ્ટીઓને સંકલ્પ લેવડાવ્યો હતો કે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું તે આપણી જવાબદારી છે તો આપ સૌ સાથે મળી ચાલો વૃક્ષો વાવીએ અને ગુજરાત રાજ્ય અને દેશ ને હરિયાળો બનાવીએ અને ગ્લોબલ વોર્મિંગ માંથી મુક્તિ અપાવી એ જય જય ગરવી ગુજરાત અને વંદે માતરમ ભારત માતાકી જય નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

Back to top button
error: Content is protected !!