ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ અનુસંધાનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ અનુસંધાનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
અમીન કોઠારી મહીસાગર…..
ડીટવાસ ગામમાં આગેવાનો એ ભાઈ ચારા અને શાંતિપૂર્ણ તહેવાર ઉજવવાની આશા વ્યક્ત કરી.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે ૫ જૂન ૨૦૨૫ ના રોજ આવનારી બકરી ઈદ ના તહેવારની પૂર્વ શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પી એસ આઈ. વિ એ ચૌધરી નિ અધ્યક્ષતા યોજાઈ હતી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો હાજરી આપી હતી તહેવાર દરમિયાન સામાજિક સુમેલ ભાઈ ચારો અને શાંતિ જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પોલીસ વિભાગે તહેંવાર દરમિયાન સલામતીના બંદોબસ્ત વિસ્તૃત માહિતી આપી કોઈ પણ અફવા અથવા ઉશ્કેરાઈ જનક પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવાશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી ડીટવાસ પોલીસ સ્ટેશન પી એસ આઈ વી એ ચૌધરી એ આગેવાનોને શાંતિપૂર્ણ તહેવાર ઉજવવાં અપીલ કરી હતી પોલીસ તંત્ર તહેવારને અનુકૂળ રીતે ઉજવવા માટે ચોકસાઈ પૂર્વક તૈયાર છે આગેવાનોએ પણ તહેવારને ધાર્મિક સમરસતા અને શાંતિપૂર્વક ઉજવવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.



