હાલોલ નગરમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૫.૨૦૨૫
હાલોલ નગર ખાતે આજે રવિવારના રોજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ભાજપા દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા કજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ તેમજ પાલિકાના સભ્યો અને હાલોલ નગરના વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.હાલોલ નગરના કજરી રોડ પર આવેલ સરસ્વતી વિધા મંદિર સ્કૂલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા હાલોલ નગર સહિત વિવિધ વિસ્તારોમા ફરી હતી. આ તિરંગા યાત્રામા મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય આગેવાનો તેમજ પોલીસ વિભાગ જોડાયા હતા.પહેલગામ પર થયેલા હુમલામાં નિર્દોષ લોકો મોતને ભેટયા હતા.ભારતે જવાબી કાર્યવાહીમાં આંતકવાદી સેન્ટરો પર આકાશી કાર્યવાહી કરી તેમના સેન્ટરોને તબાહ કરી દીધા હતા.ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.જવાનોનો જોશ અને જુસ્સો વધારવા દેશભરમાં તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેને પંચમહાલ જીલ્લામાં વિવિધ જગ્યાએ પર આયોજન કરવામાં આવ્યુ હતું.પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આજે રવિવારના રોજ તિંરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કજરી રોડ પર આવેલ સરસ્વતી વિધા મંદિર સ્કૂલ ખાતેથી તિંરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હાલોલ તાલુકા પંચાયત ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ ર્તિરંગા યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા દેશભક્તિનો માહોલ છવાયો હતો.ઉપસ્થિત સૌ કોઈ નાગરિકોએ હાથમાં તિરંગા સાથે વાતાવરણને તિંરગામય બનાવ્યુ હતુ.












