GUJARATIDARSABARKANTHA

ઈડરના એક મહિલા તબીબનો ચિત્રકળામાં અનોખો શોખ સામે આવ્યો

ઈડરના એક મહિલા તબીબનો ચિત્રકળામાં અનોખો શોખ સામે આવ્યો

મહિલા ચિત્રકારે આર્ટ ગેલેરીનો એક શો ઈડર ગઢ પર શરૂ કર્યો

સાબરકાંઠા જીલ્લાના ઈડરના એક આયુર્વેદિક તબીબનો ચિત્રકળામાં અનોખો શોખ જોવા મળ્યો છે આ અંગે વિગતે વાત કરીએ તો ઈડર શહેરમાં રહેતા કૃષ્ણા હિમાંશુભાઈ વ્યાસ જેઓ આયુર્વેદિક (બી.એ.એમ.એસ)ની પદવી ધરાવે છે અને આ સાથે તેઓ છેલ્લા સાત- આઠ વર્ષથી ચિત્રકળામાં વિવિધ પ્રકારના ચિત્રો દોરવાનો અનોખો શોખ ધરાવે છે અને હવે આ શોખ ત્યારે જુસ્સામાં બદલી ચૂકી છે તેમણે અથાગ પરિશ્રમ,સમર્પણ અને સ્વનુભવથી ચિત્રકામ શીખી એક નવી ઉંચાઈઓ પર પહોંચ્યા છે ત્યારે તેઓ કુદરતી દ્રશ્યો આવે સ્થાપત્યોને તેમને તેમના કેનવાસમાં કંડારવાનું શરૂ કર્યું જેમાં અમદાવાદની (ગુફા આર્ટ ધ ગેલેરી)માં બીજ પ્રદર્શનમાં તેમને ચારેક જેટલા પ્રદર્શન મૂક્યા હતા જેમના ત્રણ ગ્રુપ શો અને એક શોલો આર્ટ શો કર્યો હતો આ પછી તેમણે જણાવ્યું હતુ કે હવે ઈડર ગઢ પરના વિવિધ દ્રશ્યોની એક સિરીઝ લઈને ઉપસ્થિત થયા છે ત્યારે આ શો ૧૩ મે થી સુધી રોજ સાંજે ૪ થી ૮ સુધી બધા માટે ખુલ્લો રહેશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!