AHAVADANGGUJARAT

ડાંગ: પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો મુદ્દો ડાંગ જિલ્લામાં ફરી એકવાર સંકટ લઈ ગુંજી ઉઠ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પાર, તાપી અને નર્મદા લિંક પ્રોજેકટનો ફાઇનલ DPR સંસદમાં રજૂ કરાતા આદિવાસી સમાજમાં રોષ,કૉંગ્રેસનાં ધારાસભ્ય અને વિરોધ પક્ષનાં નેતા ડૉ તુષારભાઈ ચૌધરીએ આ અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.અગાઉ પાર – તાપી – નર્મદા લિંક પ્રોજેક્ટનું ભુત ધૂણી ઉઠતા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યા હતા.જેને લઈને જે તે સમયે 2022નાં વર્ષમાં ડાંગ,તાપી અને વલસાડ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો હતો.કારણ કે આ પ્રોજેક્ટથી 61 ગામના લોકો પ્રભાવિત થાય એમ જાણવા મળે છે.તેમજ 37 હજાર હેક્ટર જમીન છીનવાઈ જાય તેમ છે.ત્યારે 2022માં તો ચુંટણી હોવાથી રાજય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો.પરંતુ હાલમાં આ પ્રોજેક્ટનો ફાઇનલ DPR સંસદમાં રજૂ કરતા દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.પાર-તાપી-નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો ફાઈનલ DPR (ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) હાલમાં સંસદમાં પૂર્ણ કરી રજુ કરવામાં આવ્યો છે.ભૂતકાળમાં વર્ષ ૨૦૨૨માં પાર- તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો સર્વે શરુ થયો હતો.ત્યારે દક્ષિણ ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને ડાંગ, વલસાડ, તાપી જીલ્લામાં આ પ્રોજેક્ટનો આદિવાસી સમાજ દ્વારા દરેક તાલુકે ઉગ્ર વિરોધ થયો હતો. આ ઉગ્ર વિરોધને પગલે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨માં પાર-તાપી-નર્મદા રીવર લીંક પ્રોજેક્ટને સ્થગિત કરવામાં કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.આ પ્રોજેક્ટને કારણે ડાંગ, વલસાડ, તાપી જિલ્લાના કેટલાય ગામોના ખેડુતોને વિસ્થાપિત થવાનો વારો આવે તેમ હોઈ હાલમાં જ્યારે ફરી પાછા પાર- તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો DPR સંસદમાં રજુ થતા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાજય સરકારે વર્ષ ૨૦૨૨ માં આ પ્રોજેક્ટ સ્થગિત કર્યાની જાહેરાત કરી હતી.પાર- તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો DPR સંસદમાં રજુ થઈ ગયો છે ત્યારે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે એવી અપેક્ષા સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી એ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખેલ છે.ઉલ્લેખનીય છે કે,આ પ્રોજેક્ટ પાછળ 20 થી 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.હાલમાં આ મુદ્દો ફરી એકવાર ગરમાયો છે.ત્યારે દક્ષિણ ગુજરાતનાં આદિવાસી નેતા અને વાંસદા – ચીખલીનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલે આ મુદ્દે ફરી એકવાર આંદોલન કરવાનું પણ એલાન કર્યું છે.ત્યારે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યુ..

Back to top button
error: Content is protected !!