BANASKANTHAPALANPUR

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર(બ.કાં) એનએસએસ વિભાગ દ્વારા અને સાઇબર ક્રાઇમ પોલિસ પાલનપુરના સહયોગથી કોલેજ કેમ્પસના બી.સી.એ હોલ ખાતે' સાઇબર ક્રાઇમ જાગૃતિ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર(બ.કાં) એનએસએસ વિભાગ દ્વારા અને સાઇબર ક્રાઇમ પોલિસ પાલનપુરના સહયોગથી કોલેજ કેમ્પસના બી.સી.એ હોલ ખાતે’ સાઇબર ક્રાઇમ જાગૃતિ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાઇબર ક્રાઇમ વિભાગના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા અને કોન્સ્ટેબલ ભરતપુરી હાજર રહી સાઇબર ક્રાઇમમાં બનતી ઘટનાઓ જેવીકે ઓનલાઇન ફ્રોડ, મીડિયા ફ્રોડ, સાઇબર સિક્યુરિટી,સ્માર્ટ ફોન વગેરે રીતે થતું ફ્રોડ કઈ રીતે થાય છે? તેનાથી બચવા કઈ કઈ સાચવેતી રાખવી અને કોઈ ફોડ થયું હોય તો સાઇબર ક્રાઇમ વિભાગની કઈ રીતે મદદ લઈ શકાય તેનું માર્ગદર્શન વિડીયો અને PPT દ્વારા સુંદર આપ્યું હતું. આ સેમિનારમાં 128 વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર સેમિનારનું આયોજન કોલેજના પ્રિ.ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના નેતૃત્વ હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિજયભાઈ પ્રજાપતિ અને ડૉ પ્રતિક્ષાબેન પરમારએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!