Rajkot: સોલાર પીવી સિસ્ટમ પર રાજકોટની પોલિટેક્નિક કોલેજ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ તાલીમ યોજાઈ

તા.૧૨/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટની સરકારી પોલિટેક્નિક કોલેજના મીકેનિકલ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ ઈજનેરી-પોલિટેક્નિક કોલેજના ફેકલ્ટીઑ માટે એક સપ્તાહનો ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ’ યોજાયો હતો.
‘ભવિષ્યવાદી ટકાઉ અને ગ્રીન એનર્જી- સોલાર પીવી સિસ્ટમ્સ’ – ISTE અને DTE દ્વારા મંજૂર આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ સોલાર પીવી સિસ્ટમ્સ સંબંધિત અદ્યતન ટેકનોલોજી અને ફિલ્ડ પ્રેક્ટિસની શોધ કરવાનો હતો. આ તાલીમમાં સોલર પીવી સિસ્ટમ્સ, સોલાર પીવી સિસ્ટમ્સનું હાલની ગ્રીડ સ્ટ્રક્ચર સાથે એકીકરણ, સોલર પીવી સિસ્ટમ્સ સામેના પડકારો, સોલાર પીવી સિસ્ટમ્સ સંબંધિત તાજેતરના સંશોધન વલણો સંબંધિત વિષયોનો સમાવેશ થાય છે.
આ પ્રોગ્રામમાં રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી પોલિટેક્નિક-રાજકોટના આચાર્ય ડૉ. એ. એસ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટ્રેનિંગ યોજાઈ હતી. આ તાલીમ કાર્યક્રમનું સંચાલન મિકેનિકલ વિભાગના શ્રી નિત્યમ પી. ઓઝા દ્વારા કરાયું હતું.





