SABARKANTHA
સતત વરસાદ ચાલુ રહેવાથી ખેડબ્રહ્મા અને વિજયનગરના વિસ્તારમાં લીલો દુષ્કાળ પડવાની શક્યતા

સતત વરસાદ ચાલુ રહેવાથી ખેડબ્રહ્મા અને વિજયનગરના વિસ્તારમાં લીલો દુષ્કાળ પડવાની શક્યતા શરૂઆતના તબક્કામાં ખેડબ્રહ્મા અને વિજયનગરના વિસ્તારમાં ખૂબ જ વરસાદ ઓછો હતો જેથી દુષ્કાળની શક્યતા લાગતી હતી પરંતુ કુદરતની શક્તિ સામે આપણે લાચાર છીએ છેલ્લા કેટલાક દિવસોથી સતત દરરોજ વરસાદ આવવાથી કદાચ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જેવા કે તૈયાર થયેલા ખેતીના પાકો નિષ્ફળ જવાની ભીતિ લાગી રહેલ છે હવે મેઘરાજા જો ખમૈયા કરે તો જ ખેતીના પાકો બચી શકે એવું કિસાન આલમ માં ચર્ચા રહેલ છે આજરોજ બપોર બાદ ત્રણ કલાક પછી અચાનક ગાજવીજ સાથે દામાવાસં અને તાંદલીયા અને કલોલ વિસ્તાર બાજુ વરસાદ ચાલુ થઈ ગયેલ છે
અહેવાલ:- પ્રતિક ભોઈ


