GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખાખરેચી દરવાજા પાસે જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી.

MORBI:મોરબીના ખાખરેચી દરવાજા પાસે જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી.

 

 

મોરબીના ગ્રીચ વિસ્તારમાં વર્ષોથી જોખમી રહેલી ઇમારતોને હાલ તોડી પડવાની કાર્યવાહી ચાલી રહી છે અને મહાનગરપાલિકા દ્વારા પાંચ જોખમી મકાનો અને એક વિસામો તોડી પાડવામાં આવ્યો છે. જર્જરિત ઇમારતોના ડીમોલેશન વિશે મનપાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે વરસાદની ઋતુ નજીક આવી રહી હોય ત્યારે શહેરના આવેલી જર્જરીત ઇમારતો જોખમી બની જતી હોય છે અને આસપાસના લોકો ઉપર ખતરો તોળાતો હોય છે. તેથી આવી જર્જરિત ઇમારતો સામે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મકાનોમાં લોકો વસવાટ કરતા નથી. તેને તત્કાલિન અસરથી દૂર કરી રહ્યા છીએ. આવા 4થી 5 બાંધકામો છે જે અમારા ધ્યાને આવ્યા છે. જે ઇમારતમાં લોકો વસવાટ કરે છે તેને અમે નોટિસ આપી રહ્યા છીએ. અને ખાલી કરવાની સૂચના આપીએ છીએ. આવા લોકોને શિફ્ટિંગ કરવા અપીલ છે. આજે જેનું ડીમોલેશન કરવામાં આવ્યું છે તે ઇમારત માલિકીની નથી. તેમના માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવી નથી. ચોમાસામાં કોઈ જાનહાની ન થાય તે માટે લોકોના હિતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!