SABARKANTHA

હિંમતનગર પાલિકામાં છેલ્લા 39 વર્ષથી વોર્ડ સુપરવાઇઝર તરીકે ફરજ. બજાવતા શ્રી ચંપકસિંહ ઝાલા નો વિદાય સમારંભ

હિંમતનગર પાલિકામાં છેલ્લા 39 વર્ષથી વોર્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કાટવાડના વતની શ્રી ચંપકસિંહ ઝાલા તા. 30/ 6 /2024 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત થતા શારદાકુંજ સોસાયટીના રહીશો દ્વારા નિવૃત્તિ સમારંભ યોજી શ્રી ચંપકલાલ ઝાલા ને શાલ અને તલવાર ભેટ આપી શુભેચ્છાસહ વિદાય આપેલ. આ પ્રસંગે શ્રી બીપીનભાઇ દરજી (એડવોકેટ), મહેન્દ્રભાઈ પંડ્યા, મહેશભાઈ પરમાર, જતીન કહાર , જગદીશભાઈ રાજગોર, શ્રી રમલાવત બાપુ મંદિરના પૂજારી નરેશભાઈ, સુરેશભાઈ વોર્ડના સુપરવાઇઝર તેજલ બેન તથા આ વોર્ડના સફાઈ કામદારો ઉપસ્થિત રહી શ્રી ચંપક સિંહ ઝાલા ને સંતોષજનક કામગીરીને બિરદાવેલ.

Back to top button
error: Content is protected !!