કાલોલ માં હઝરત સૈયદના મૌલા અલી મુશ્કીલ કુશા સહિત ત્રણ ધર્મગુરુના જન્મોત્સવની દબદબાભેર ઉજવણી કરાઇ
તારીખ ૧૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નૂરાની ચોકના પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના ત્રણ ધર્મગુરુના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પેગંબર સાહેબના દામાદ હઝરત સૈયદના મોલા અલી હૈદર રદીઅલ્લાહૂ અન્હુ અને મોઇનુદ્દીન હશન ચિસ્તી ખ્વાજા સાહેબના અને હઝરત સૈયદ મોઈનુદ્દીન કાદરીબાબા (છોટે સરકાર) ની જન્મોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ અઝીમ ફ્રેન્ડ સર્કલ દ્વારા જુમ્મા મસ્જિદના ઉપર વાળા ભાગમાં જીક્રર શરીફ નો ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વીલાદતે હઝરત સૈયદ મોલા અલી હૈદર રદીઅલ્લાહૂ અન્હુ ની ઉર્સની ઉજવણી અંતર્ગત ઈશાની નમાઝ પછી એક ઝુલુસ નુરાની ચોકથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાંથી પરત નૂરાની ચોક ખાતે આવી પહોંચ્યું હતું ત્યારબાદ રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ કલા રિફાઈ મોટી ગાદીના ધર્મગુરુઓ હજરત પીરઝાદા સૈયદ ગૌસુદ્દીન રિફાઈ ઉર્ફે હઝરત સાહેબ,હજરત સૈયદ વઝીહુદ્દીન શાહ રીફાઈ ઉર્ફે હુશેન સાહેબ અને સૈયદ મુઝફ્ફર અલી ચિસ્તિ વડોદરા વાળા ની પ્રેરક ઉપસ્થિતિમાં વીલાદતે હઝરત સૈયદ મોલા અલી હૈદર રદીઅલ્લાહૂ અન્હુ ના ઉર્ષના અવસરે પજેતન ફ્રેન્ડ સર્કલ (રોયલ ગ્રુપ) દ્વારા આ વાયઝ (કથા)નું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં વાયઝ ના આ જલ્સામા મહારાષ્ટ્ર મુંબઈ ના મોલાના મુફ્તી શફીક એહમદ કાદરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુફ્તી શફીક એહમદ કાદરી દ્વારા હઝરત સૈયદ મોલા અલી મુશ્કીલ કુશા રદીઅલ્લાહૂ અન્હુ ની શાનમાં બહેતરીન અંદાજમાં વર્ણન કરીને જલ્સામા હાજર લોકો મંત્રમુગ્ધ કરી દીધા હતા અંતે સલાતોસલામ પછી દુવા માગી કાર્યક્રમનું મોડીરાત્રે સમાપન થયું હતું.કાલોલ નુરાની ચોક જુમ્મા મસ્જિદ ખાતે પજેતન ફ્રેન્ડ સર્કલ દ્વારા નીયાઝ નુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી.