SABARKANTHA

એન.જી.જરીવાલા હાઈસ્કૂલ નેત્રામલી તા.ઈડર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2024 યોજાયો.

એન.જી.જરીવાલા હાઈસ્કૂલ નેત્રામલી તા.ઈડર ખાતે
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2024 તારીખ 26/06/ 2024 ના રોજ યોજાયો.
જેમાં દીપ પ્રાગટ્યથી શરૂ કરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના સમૂહમાં ગાવામાં આવી ત્યારબાદ પધારેલ મહેમાનોનું સ્વાગત કરી બાળકોને કંકુ ચોખા થી તિલક કરી ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સુંદર મજાની કીટ અને પુસ્તકો ચોપડા આપી પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારબાદ બાળકોનો વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ પુરસ્કાર સાથે બાળકોનું સન્માન કરવામાં આવ્યું અને એસએમડીસીના સભ્યો સાથે બેઠક કરી અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુ નિનામા, ઇડર ટી.એચ.ઓ. ડોક્ટર ધ્રુવ પટેલ, મંડળ ના પ્રમુખ,મંત્રી, ટ્રસ્ટીઓ,શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ, નેત્રામલી જૂથ મંત્રી શાંતિલાલ પટેલ સી.આર.સી રાકેશભાઈ પટેલ તમામ બાળકો વાલી સાથે ઉપસ્થિત રહ્યા.

Back to top button
error: Content is protected !!