DAHODFATEPURAGUJARAT

ફતેપુરા તાલુકાના વટલી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પીયર એજ્યુકેટર મીટીંગ યોજાઈ

તા.૧૭.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ફતેપુરા તાલુકાના વટલી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પીયર એજ્યુકેટર મીટીંગ યોજાઈ

ફતેપુરા તાલુકાના પી. એચ. સી. માધવાના આયુષ્માન આરોગ્ય મંદિર, વટલી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ અને વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિતે કિશોર – કિશોરીઓમાં થતા શારીરિક – માનસિક ફેરફારો વિશે સમજૂતી આપવામાં આવી હતી. એ સાથે પોષણયુક્ત આહાર વિશે પણ સમજુતી આપવામાં આવી હતી.કિશોરીઓને માસિક સ્વછતા તેમજ માસિક દરમિયાન થતી તકલીફો વિશે સમજૂતી આપવામાં આવી હતી. આર્યન ફોલિક ની ગોળીઓ, સિકલેસલ એનિમિયા, વ્યસન ન કરવા તેમજ વ્યસનથી થતા નુકશાન વિશે સમજૂતી આપવામાં આવી હતી.આ દરમ્યાન લગ્ન કરવાની ઉંમર, મચ્છર જન્ય રોગો, ટીબી, સિકલસેલ, કેન્સર, જેવા ગંભીર રોગો વિશે પણ વિસ્તાર પૂર્વક આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન હાજર તમામ કિશોર – કિશોરીઓને આરોગ્યપ્રદ નાસ્તો અને પ્રોત્સાહન રૂપે કીટ આપવામાં આવી હતી. પ્રોગ્રામમાં phc, MO, CHO, MPHW, FHW તેમજ Asha બહેનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!