ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું
અહેવાલ:- પ્રતિક ભોઈ
ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું
મહેસાણા જિલ્લા ના હોદ્દેદારો નિમાયા. ડો નરસંગ ભાઈ જેવા વડીલ બુદ્ધિજીવી પ્રદેશ કારોબારી નિયુક્ત થયા..
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા નું ૨૦૨૫ નું મહા અધિવેશન વિસનગર ખાતે આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના હોલ માં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુન સિંહ ઠાકોર યુનિવર્સિટી ના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ સાંસદ શ્રીહરિભાઈ પટેલ તથા શ્રીમનુભાઈ ચોકસી મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા રાજુભાઈ જ્યોર્જ ક્રિષ્નવદન સિંહ પુવlરઓમ કુમાર મલેશિયા નિકુંજ પંડ્યા ધારા શાસ્ત્રી શ્રી અર્ચનાબેન પરમાર બીપીનભાઈ જોશી અશ્વિનભાઈ ઉપાધ્યાય રાકેશભાઈ શાહ અર્જુનભાઈ ભાટી પ્રદેશ સમિતિ અને સામાજિક અગ્રણી સહિત ના આગેવાનો અને રાજકીય પક્ષો ના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓ ના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જીલ્લા અને તાલુકા ના વિવિધ હોદ્દેદારો ની નિમણૂક પત્ર આપી નિમણૂક કરાઈ હતી.
વિસનગર ખાતે આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ નું મહા અધિવેશન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો ઉમટ્યાં હતાં..
સૌ પ્રથમ તિરંગા યાત્રા યોજી યુનિવર્સિટી બહાર શ્રીસાંકળચંદ પટેલ ની પ્રતિમા ને માલ્યાપર્ણ કર્યા બાદ હોલમાં પત્રકારોની હાજરીમાં અધિવેશન ની શરૂઆત દિપ પ્રાગટય થકી કરવામાં આવી હતી. ત્યારબાદ જીલ્લા પ્રમુખ દ્વારા તમામ નું શાબ્દિક સ્વાગત કરાયા બાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યુનિવર્સિટી ના સંચાલક અને કાર્યકમ ના દાતા શ્રીપ્રકાશભાઈ પટેલ નું પ્રદેશ પ્રમુખ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બંને મહાનુભાવો તથા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા મનુભાઈ ચોકસી અને મહીલા વીંગ ઇન્ચાર્જ પ્રમુખ મીનાક્ષી મોદીનું પણ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ નું મહેસાણા જિલ્લા નું અધિવેશન વિસનગર ખાતે મળ્યું તે ગૌરવ ની વાત છે, મહીલા દિવસ ની પણ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મહીલા દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે આપડા ઘરથી લઈ દેશ સુધી નારીશક્તિ આધાર સ્તંભ છે,જેથી તમામ નારીશક્તિ ને વંદન છે ત્યારે દેશની પ્રગતિ માં પણ જે બનાવો બને છે તેમાં પત્રકાર ની ભુમીકા મહત્વ ની છે તમારી શક્તિ પણ મોટી છે સાચો પત્રકાર પરિસ્થિતિ ને મુલ્યાંકન કરી ટોચ સુધી પહોચાડે છે
તેમણે કહ્યું હતું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે જરૂર જણાય તે વિધાર્થીઓ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પાછી નહીં પડે
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં પત્રકારત્વ નું ઘણું મહત્વ રહેલું છે લોકશાહી ના દેશમાં મુક્ત રીતે પત્રકારો પોતાના વિચારો રજૂ કરી શકે છે અત્યારે જે આ દેશમાં લોકશાહી માં પત્રકારત્વ ન હોય તો શું થાય મજબૂત રાષ્ટ્રમાં પત્રકાર ની જરૂર છે. પત્રકાર એ વ્યવસાય નથી પરંતુ જવાબદારી છે, જનજાગૃતિ અભિયાન પત્રકાર જ કરી શકે છે સરકાર અને લોકો વચ્ચે ની કડી પત્રકાર છે. પત્રકાર એ ઘણી વખત સમાચારો થકી યોજાનાઓ ની યાદ અપાવે છે
પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે આજે કેટલાક ખોટા પત્રકારોના કારણે સાચાં પત્રકારો બદનામ થઈ રહ્યા છે તેમજ પત્રકાર એ તમામ સમાજોને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે, કેટલાક રાજકીય આગેવાન આજે પત્રકારો ને દબાવવાની કોશિશ કરી રહ્યા છે જરાય સાંખી નહીં લેવાય તેમજ કેન્દ્ર સરકાર હસ્તક પત્રકારોના રેલવે મુસાફરી અને ટોલ ટેક્સ નાબુદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલ ને રજુઆત કરી હતી.
કાર્યક્રમ ના અંતમાં જેના અન્ન ભેળા એના મન ભેળા ઉક્તિ પ્રમાણે સૌએ સાથે સ્વરૂચી ભોજન લીધા બાદ ગીફટો આપી હતી કાર્યક્રમ માં પ્રદેશ અને તમામ જીલ્લા ના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
મહેસાણા જિલ્લા ના અધિવેશન ની જોરદાર સફળતા,સુંદર ભોજન વ્યવસ્થા,સુંદર ઉતારા એમાં કાઈ નો ઘટે હો..!!!
કાર્યક્રમ ના અંતે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન મન અને ધન થી સહયોગ આપનારા તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો અને શ્રી પ્રકાશભાઈ ની પત્રકાર પરિવાર આરોગ્ય સેવા ની જાહેરાત સૌના માટે ગૌરવ હોવાથી તાળીઓ ના નાદ સાથે વધામણા કર્યા હતા.ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલા પત્રકારો ને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું..સુરત પોલીસ ના પત્રકારો વિરુદ્ધ તાનાશાહી વલણ ની પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઝાટકણી કાઢી હતી..