ફક્ત વાર્ષિક ૫૦/-રૂપિયાના લવાજમથી ઘરે બેઠા “ગુજરાત (પાક્ષિક)” મેળવી શકાશે.

*શુ તમે સરકારી યોજનાઓ વિષે અપડેટ રહેવા માંગો છો તો આજે જ મંગાવો “ગુજરાત (પાક્ષિક)”*
******
*ફક્ત વાર્ષિક ૫૦/-રૂપિયાના લવાજમથી ઘરે બેઠા “ગુજરાત (પાક્ષિક)” મેળવી શકાશે*
**********
ગુજરાત (પાક્ષિક) ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા દર પખવાડીયે પ્રકાશિત થતુ ગુજરાતી ભાષી સામયિક છે. આ સામયિક મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અને સરકારના વિવિધ ભાગોમાં થતા લોકોપયોગી કાર્યોના અહેવાલ વગેરે માહિતી પુરી પાડે છે. આ પાક્ષિક ગુજરાત રાજ્ય અને ગુજરાતી પ્રજાને લગતા વિષયોને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન પ્રગટ થતો દિપોત્સવી અંક તેના અભ્યાસપુર્ણ વિષયો, નવલીકાઓ અને કાવ્યો જેવી વાંચન સામગ્રી માટે ઘણો લોકપ્રિય છે. આ ઉપરાંત કારકિર્દી વિશેષાંક અને રાજ્યના ઘરોહરને લગતા વિષયો પર પણ અંક બહાર પાડે છે. સાબરકાંઠા જિલ્લામાં “ગુજરાત (પાક્ષિક)” મેળવવા ઇચ્છુક વાચકો જિલ્લા માહિતી કચેરી,હિંમતનગર,બહુમાળી ભવન,સાબરકાંઠા ખાતે વાર્ષિક ૫૦/- રૂપિયા લવાજમ ભળીને ઘરે બેઠાં “ગુજરાત (પાક્ષિક)” મેળવી શકશે.


