સરડોઈ માં અરવલ્લી જિલ્લા સંસ્કારભારતી દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

સરડોઈ માં અરવલ્લી જિલ્લા સંસ્કારભારતી દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો મોડાસા ના સરડોઈ ગામમાં પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત માંડણદાસ મહારાજ ના વંશજ પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શિવશંકર મહારાજ ના સ્વગૃહે પરમ પૂજ્ય ગુરુદેવ હેમંતભાઈ ભગતની નિશ્રામાં અરવલ્લી જિલ્લા સંસ્કાર ભારતી દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કારભારતી જિલ્લા અધ્યક્ષ મોતીભાઈ બી. નાયક -સરડોઈ ના વડપણ હેઠળ અરવિંદભાઈ આચાર્ય, શિવુભાઈ શર્મા -મોડાસા ઉપાધ્યક્ષ, અંબાલાલ કે. પટેલ -સહમંત્રી -ડુગરવાડા, ગોપાલભાઈ ભાવસાર -મોડાસા -શાસ્ત્રીય વાદન વિદ્યા વગેરે મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ગુરુપૂજન, મહાઆરતી કરવામાં આવી હતી. જિલ્લા સંસ્કાર ભારતી ના હોદ્દેદારો -કારોબારી સદસ્યો ઉપસ્થિત શિષ્ય સમુદાય દ્વારા હેમંતભાઈ ભગતનું શાલ, પુષ્પહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગોપાત ક્લાગુરુ મોતીભાઈ બી. નાયક નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સર્વજનોએ ગુરુનો મહિમા ગાઈ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.



