હિન્દુ યુવા જાગરણ મંચ દ્વારા હનુમાન ચાલીસા અને ભાગવત અધ્યયન કાર્યક્રમની આજરોજ થી શરૂઆત કરવામાં આવી

હિન્દુ યુવા જાગરણ મંચ દ્વારા હનુમાન ચાલીસા અને ભાગવત અધ્યયન કાર્યક્રમની આજરોજ થી શરૂઆત કરવામાં આવી
હિંમતનગર ના મુખ્ય પ્રવેશ દ્વાર હનુમાન જી કેમ્પસમાં ખૂબ મોટી સંખ્યા માં યુવાનો મહિલા ઓ અને બાળકોએ ભાગ લીધો નિત્ય શનિવારે મોતીપુરા હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસા અને ભાગવત ગીતા અધ્યયન શાખા લાગશે મંદિરોની જાળવણી નગરની સુરક્ષા હિન્દુ સંસ્કૃતિ નું જતન કરવા માટે હિંમતનગરના યુવાનો એક નવી પહેલ કરી છે. આજરોજ તારીખ- 14/ 9 /2024 ના રોજ સંધ્યાકાળ સાડા સાત કલાકે મોતીપુરા હનુમાનજી મંદિરે હિન્દુ યુવા જાગરણ મંચ ના સંયોજક શ્રી દીપકભાઈ ભાટી અને સંયોજક ઓમ ભાઈ મલેશિયા દ્વારા સુંદર હનુમાન ચાલીસા અને ભાગવત અધ્યયન શાખા કાર્યક્રમ ભવ્ય શરૂઆત કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો આગામી સમયમાં હિંમતનગર ના દરેક મંદિરો માં સમિતિ દ્વારા મંદિરો માં સ્વચ્છતા જાળવવી નિત્ય મંદિરોમાં યુવાનો દ્વારા દર્શનનો લાભ લેવો તેમજ યુવાનને હિન્દુ સંસ્કૃતિ નિર્માણ હેતુ અવનવા કાર્યક્રમો કરી યુવાઓને સશક્ત બનાવવા હિન્દુ યુવા જાગરણ મંચ દ્વારા નિત્ય શનિવારે હનુમાન ચાલીસા ના પાઠ કરવા અને ભાગવત ગીતાનું અધ્યયન કરવું તે મુખ્ય હેતુ ને હિંમતનગરના ઘર ઘર પરિવાર પરિવાર સુધી પહોંચાડવા માટે હિન્દુ યુવા જાગરણ મંચ દ્વારા કાર્ય કરવામાં આવશે હિંમતનગર મંદિરો ના સંતો મહંતો સમાજ વચ્ચે જાય સાથે યુવાનો જોડાય બાલિકાઓ જોડાય અને ધર્મની રક્ષા હેતુ સંસ્કૃતિની રક્ષા હેતુ ધર્મજાગરણ નિત્ય શનિવારે શાખા લાગશે. તેવું હિન્દુ યુવા જાગરણ મંચના સંયોજકો શ્રી દિપકભાઈ ભાટી અને ઓમભાઈ મલેશિયા દ્વારા જણાવવા માં આવ્યું અને વધુ જણાવતા હિંમતનગર માં દરેક વોર્ડ માં ઘર ઘર ભાગવત ગીતા ના પુસ્તકો નિત્ય પાઠ થાય અને હનુમાન ચાલીસા યુવાનો નિત્ય કરે અને શક્તિનો સંચાર કરે દેશ નો યુવા આધ્યાત્મિક માર્ગે અગ્રેસર બને તે હેતુ થી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ


