*સાબરકાંઠા જિલ્લામાં સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન” પખવાડિયાની ઉજવણી કરાશે*
અહેવાલ:- પ્રતિક ભોઈ
*સાબરકાંઠા જિલ્લામાં સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન” પખવાડિયાની ઉજવણી કરાશે*
****
સ્વસ્થ ભારતના નિર્માણ માટે પરિવારની મહિલાઓની સ્વસ્થતા અત્યંત આવશ્યક છે. સરકારશ્રી દ્વારા મહિલાઓના સ્વાસ્થને અનુલક્ષીને સમગ્ર દેશમાં તા. 17 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાનની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. 17 સપ્ટેમ્બરના રોજ સાબરકાઠાં જિલ્લા સાંસદશ્રી શ્રીમતી શોભનાબેન બારૈયા અને રાજ્યસભા સાંસદશ્રી શ્રીમતી રમિલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાનનો શુભારંભ કરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તમામ સરકારી આરોગ્ય કેંદ્રો ખાતે મહિલાઓની આરોગ્ય વિષયક વિવિધ સેવાઓ અને માર્ગદર્શન , નિષ્ણાંત તબીબો દ્વારા હ્રદયરોગ, કેન્સર, કિડની, ટીબી, ડાયાબિટિસ, લોહીનું ઉંચુ દબાણ, સ્ત્રીરોગ, આંખ-કાન-ગળાના રોગો, લોહીની ઉણપ, સિકલસેલ, સગર્ભાવસ્થાની તપાસ, રસીકરણની સુવિધાઓ, રકતદાન કેમ્પ, 8 મા રાષ્ટ્રીય પોષણ માસનો શુભારંભ અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભોનું વિતરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
આવો, અભિયાનમાં સહભાગી થઇ સ્વસ્થ પરિવારનું નિર્માણ કરીએ. એમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.