HIMATNAGARSABARKANTHA
રાયગઢ ગામના વતની હેમંત જયંતીભાઈ દીક્ષિત પરિવાર દ્વારા ગણપતિ બાપા ને ચાંદીના પગ અર્પણ કરવામાં આવ્યા.

અહેવાલ:- પ્રતિક ભોઈ
” *મુંબઈ ચા મહારાજા” ને દીક્ષિત પરિવાર દ્વારા ચાંદીના પગ અર્પણ કરવામાં આવ્યા.*
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી. દેશના ઊંચામાં ઊંચા ગણપતિ માં સ્થાન છે તેવા “મુંબઈ ચા મહારાજા” 11મી ગલી ખેતવાડી, મુંબઈ ખાતે 63મો ગણેશ ઉત્સવ નું આયોજન થયેલ છે. આ વર્ષે ગણપતિ બાપા ની 40 ફૂટની ઊંચી સ્વાનંદ અવતાર રૂપી મૂર્તિ બિરાજમાન છે.આ વર્ષે રાયગઢ ગામના વતની હેમંત જયંતીભાઈ દીક્ષિત પરિવાર દ્વારા ગણપતિ બાપા ને ચાંદીના પગ અર્પણ કરવામાં આવ્યા.સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના યુવા પ્રમુખ કૃણાલ દીક્ષિત અને તેમના પરિવારે ગજાનંદના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી .આ પ્રસંગે હજારોની સંખ્યામાં બાપાના ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.




