SABARKANTHA
સાબરકાંઠા હિંમતનગર ખાતે આવેલ ઈ. એમ. આર. આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી હિંમતનગર ૧૦૮ એમ્બ્યુલન્સ

સાબરકાંઠા હિંમતનગર ખાતે આવેલ ઈ. એમ. આર. આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી હિંમતનગર ૧૦૮ એમ્બ્યુલન્સ ને તારીખ :૨૨/૦૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૧૯:૨૬ એ એક કોલ મળેલ કે મોટી વાડોલ ગામ ની મહિલા ને પ્રસુતિ ની પીડા ઉપડેલ છે ને ઓટો રીક્ષા માં લઇ ને હોસ્પિટલ આવે છે ને રસ્તા માં વધારે દુખાવો છે તેવો કોલ હિંમતનગર ૧૦૮ ને મળતા ફરજ પર નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર જવા નીકળેલ પરંતુ ઓટો રીક્ષા મોતીપુરા મળતા ફરજ પર ના ઇમર્જન્સી મેડિકલ ટેકનીશીયન રિઝવાન મન્સૂરી ને પ્રસુતિ થઇ જાય તેમ લાગતા તાત્કાલિક રીક્ષા માં પ્રસુતિ કરાવી માતા બાળક સ્વસ્થ હાલત માં સિવિલ હોસ્પિટલ માં વધુ સારવાર માટે લઇ જવા માં આવતા મહિલા ના પરિવાર જનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ નો આભાર માનવા માં આવ્યો હતો.



