હિંમતનગરની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફરમાવેલ એક-વર્ષની સજા તથા રુા.૧૫,૯૧,૦૦૦/- વળતરના ચુકવવા ફરમાવેલ હુકમ.
અહેવાલ પ્રતિક ભોઈ
હિંમતનગરની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફરમાવેલ એક-વર્ષની સજા તથા રુા.૧૫,૯૧,૦૦૦/- વળતરના ચુકવવા ફરમાવેલ હુકમ.
દિવ્યગભાઈ ગુણવંતભાઈ પટેલ રહે. કડોલી તા.હિમતનગર જી.સાબરકાંઠા ઘ્વારા વિપુલકુમાર ભિખુસિંહ રાઠોડ રહે.૬૪, શ્રીરામ એપાર્ટમેન્ટ પ્લોટની સામે, નરોડા, અમદાવાદ નાએ બાકી લેણી રકમનાં રુા.૧૫,૯૧,૦૦૦/- નાં ત્રણ ચેકો આપેલાં જે ચેકો “ફંડ ઈનસફીસીયન” ના શેરા થી પરત આવતા દિવ્યગભાઈ ગુણવંતભાઈ પટેલે હિંમતનગરની નામદાર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ની ત્રણ-ફરીયાદો કરેલી. જે ફરીયાદ હિંમતનગરના મે.છઠ્ઠા એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફ.ક. (મીસ પંક્તિ પી. સોની) સાહેબ ની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી તરફે સિનિયર એડવોકેટશ્રી ગીરીશભાઈ કે. ભાવસાર ની દલીલો ધ્યાને લઈ નામદાર કોર્ટે ત્રણે-કેસોમાં જજમેન્ટ ફરમાવી વિપુલકુમાર ભિખુસિંહ રાઠોડ ને ત્રણે-કેસોમાં ૧-વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમના રુા.૧૫,૯૧,૦૦૦/- અંકે રૂપીયા પંદર લાખ એકાણુ હજાર પુરા વળતરના ચુકવવા અને વળતરની રકમ ન ચુકવેતો ત્રણે-કેસોમા વધુ એક-માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.