યોગાંજલિ કેળવણી મંડળ દ્વારા સિદ્ધપુરની પીએમશ્રી કુમાર શાળા નં. ૪માં વોકેશનલ તાલીમ સેન્ટરનો શુભારંભ

5 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
યોગાંજલિ કેળવણી મંડળ દ્વારા સિદ્ધપુરની પીએમશ્રી કુમાર શાળા નં. ૪માં વોકેશનલ તાલીમ સેન્ટરનો શુભારંભ. દીકરીઓને આત્મનિર્ભર કરવાના હેતુથી યોગાંજલિ કેળવણી મંડળ દ્વારા સિદ્ધપુરની પીએમશ્રી કુમાર શાળા નં. ૪માં વોકેશનલ તાલીમ સેન્ટરનો શુભારંભ યોગાંજલિ કેળવણી મંડળ ,સિદ્ધપુર(ગણેશપુરા) દ્વારા બિંદુસરોવરમા આવેલ કુમાર શાળા નં. ૪મા ધોરણ ૭ અને ૮ માં અભ્યાસ કરતી દીકરીઓ માટે શિવણનો વોકેશનલ તાલીમ વર્ગનું ઉદઘાટન કરવામાં આવ્યું.
આ વર્ગનો હેતુ દીકરીઓને શૈક્ષણિક અભ્યાસ સાથે જીવનોપયોગી કૌશલ્ય પ્રદાન કરવાનો છે. આજના સમયમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસનું મહત્વ વધતું જાય છે. શિવણ જેવી કળા શીખવાથી દીકરીઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે છે અને સ્વરોજગારીના અવસર મેળવી શકે છે.
આ પ્રસંગે સાશનાધિકારી શ્રી જયરામભાઈ જોશી , યોગાંજલિ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રીમતી પ્રવિણાબેન રાવ , કુ.જીજ્ઞા દવે , શ્રી દિલીપભાઈ પુરોહિત તેમજ કુ.કૈલાશબેન પટેલ ,સેજલબેન રાવળ અને શાળાના શિક્ષકમંડળ તેમજ એસએમસીના સભ્યો અને વાલીગણ હાજર રહ્યા હતા. સંસ્થાના સેક્રેટરી કુ.જીજ્ઞાબેન દવે એ જણાવ્યું કે યોગાંજલિ કેળવણી મંડળ મહિલાઓ અને કિશોરીઓના કૌશલ્ય વિકાસ માટે સતત કાર્યરત છે. શાળા સ્તરે આવી પહેલ થવાથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેમનું સર્વાંગી વિકાસ થશે. આ કાર્યક્રમ દ્વારા દીકરીઓની શાળામાં નિયમિત હાજરી તેમજ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટાડવાનો પણ હેતુ છે.
આ તાલીમમાં પ્રાથમિક કટિંગ, સ્ટિચિંગ તથા ઉપયોગી વસ્ત્રોની બનાવટ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આગળ વધતા તેઓને વધુ પ્રગતિશીલ કૌશલ્યો શીખવવામાં આવશે, જેથી તેઓ વ્યાવસાયિક સ્તરે તૈયાર થઈ શકે.
હાલ સંસ્થા દ્વારા સિદ્ધપુરની બે પ્રાથમિક શાળામા આ તાલીમ આપવામાં આવે છે આવનારા સમયમાં અન્ય શાળાઓમાં પણ આવા તાલીમ વર્ગો શરૂ કરવાની યોજના છે, જેથી વધુ દીકરીઓને તેનો લાભ મળી શકે.સંસ્થા દ્વારા અત્યાર સુધીમા ૩૫૦૦૦થી પણ વધુ મહિલાઓ અને કિશોરીઓને તાલીમ આપી સ્વનિર્ભર કરવામાં આવી છે.





