HIMATNAGARSABARKANTHA

હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે ઇસમોને પકડી મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ

હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે ઇસમોને પકડી મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓ દ્વારા જીલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓનો ભેદ ઉકેલવા તથા ગુન્હા બનતાં રોકવા માટે સુચના આપેલ જે આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા એ.એસ.આઈ દેવુસિંહ, નરસિંહભાઈ તથા હે.કોન્સ. વિનોદભાઈ. કલ્પેશકુમાર, નીરીલકુમાર તથા પો.કો. પ્રહર્ષકુમાર, હિમાંશુ દર્શન તથા ટેક એ.એસ.આઈ. બી.એમ.પરમાર, એચ.બી.ઝાલા તથા ડ્રા.પો.કો. જતીનકુમાર વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.

તા.૨૦/૦૯/૨૦૨૪ ના રોજ હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૪૧૦૧૪ /૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૩૧, ૩૦૫ મુજબનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાની ટેકનીકલ સર્વેલન્સ તથા બાતમીદારો મારફતે તપાસ કરતાં ટીમના ટેકનીકલ એ.એસ.આઈ. એચ.બી.ઝાલા નાઓને ટેકનીકલ સર્વેલન્સ આધારે માહિતી મળેલ કે, “ઉપરોક્ત ગુન્હાને અંઝામ આપનાર શકમંદ ઇસમો હાલમાં જોગેશ્વરી ઇસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર વિસ્તારનાં હોવાની માહિતી મળેલ” જે માહિતી આધારે એલસીબી ની એક ટીમ જોગેશ્વરી ઇસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે જઇ ઉપરોક્ત ગુન્હાને અંઝામ આપનાર શકમંદ ઇસમ ખ્વાજા દરબાર હોટલ, બાંન્દ્રા પ્લોટ, જોગેશ્વરી ઇસ્ટ, મુંબઈ ખાતે રહેતો હોવાની ચોક્કસ હકિકત આધારે તપાસ કરતાં એક શકમંદ ઇસમ મળી આવેલ જેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ મો.રીઝવાન ઉર્ફે પાવલી હનીફ શેખ ઉ.વ.૩૭ રહે.ખ્વાજા દરબાર હોટલ, બાંનન્દ્રા પ્લોટ, જોગેશ્વરી ઈસ્ટ, મુંબઈ, (મહારાષ્ટ્ર)નો હોવાનું જણાવેલ અને સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી એક સેમસંગ કંપનીના મોબાઇલ ફોન સંબંધે પુછતાં સદર મોબાઈલ પોતાની પાસે હોવાનું જણાવેલ અને આ ચોરી પોતે તથા પોતાના મિત્ર રઈશ ઉર્ફે બટલા અબ્દુલ અહદ શેખ રહે.કચ્ચા રોડ, મહાકાલી બીજી ગલી, માલોની, મલાડ, મુંબઇ વેસ્ટ, (મહારાષ્ટ્ર) નાઓએ ભેગા મળીને કરેલ હોવાની હકિકત જણાવતાં સદરી બીજા ઇસમની તપાસ કરતાં બીજો ઇસમ માલોની મલાડ, મુંબઈ વેસ્ટ, વિસ્તારમાંથી મળી આવેલ હોય જેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ રઈશ ઉર્ફે બટલા અબ્દુલ અહદ મો.ઇસ્માઇલ શેખ ઉ.વ.૩૭ રહે.કચ્ચા રોડ, મહાકાલી, બીજી ગલી, માલોની મલાડ, મુંબઈ વેસ્ટ, (મહારાષ્ટ્ર)નો હોવાનું જણાવતાં સદર બન્ને ઇસમોની વધુ પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે, “આજથી આશરે પાંચેક મહિના પહેલાં અમો બન્ને જણાં મુંબઇ ખાતે ભેગા થયેલ અને અમારી પાસે વાપરવા માટે પૈસા ન હોય ગુજરાત બાજુ જઈ ગમે તે જગ્યાએ ચોરી કરવાનો વિચાર કરી મુંબઇથી અમદાવાદ આવતી ટ્રેનમાં બેસી અમદાવાદ ઉતરેલા અને અમદાવાદ રેલ્વે સ્ટેશનથી રીક્ષામાં એસ.ટી.બસ સ્ટેશન ગયેલ અને ત્યાંથી હિંમતનગર આવતી બસમાં બેસી હિંમતનગર ખાતે બપોરના આશરે બે વાગ્યાના સુમારે બસ સ્ટેશન ઉતરેલા અને બસ સ્ટેશનથી ચાલતા ચાલતા સોસાયટી વિસ્તારમાં ગયેલા અને ત્યાં એક ફ્લેટમાં જતાં એક મકાન બંધ હાલતમાં હોય પોતાની પાસે લાવેલ લોખંડના પાનાથી તાળુ તોડી અંદર પ્રેવેશી અંદરથી તીજોરી કબાટમાંથી સોનાના દાગીના તથા એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવેલ જે લઈ અમો રીક્ષામાં બેસી હિંમતનગર એસ.ટી.ડેપોમાં આવી બસમાં બેસી અમદાવાદ રેલ્વે સ્ટેશન જઈ ત્યાંથી ટ્રેનમાં બેસી મુંબઈ ગયેલ અને ત્યાં જઈ અમોએ ચોરી કરેલ તે દાગીના રઈશ ઉર્ફે બટલા અબ્દુલ અહદ મો.ઇસ્માઇલ શેખ નાએ તેની પ્રેમીકા મજદા સલીમ શેખ રહે.કસાઈવાડા મધર ટેરેસા સ્કુલ માલવાડી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્રને આપેલ છે અને મોબાઇલ ફોન મો.રીઝવાન ઉર્ફે પાવલી હનીફ શેખની પાસે રાખેલ હોવાનું જણાવેલ” સદર આરોપી મો.રીઝવાન ઉર્ફે પાવલી હનીફ શેખ પાસેથી એક પર્પલ કલરનો સેમસંગ કંપનીનો એડ્રોઇડ મોબાઇલ ફોન જેનો જેની કિ.રૂ.૭૦૦૦/- ની ગણી હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. એ પાટે ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૪૧૦૧૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧, ૩૦૫ મુજબના ગુન્હાના કામે તપાસ અર્થે કબ્જે લઇ વધુ તપાસ અર્થે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-

એક પર્પલ કલરનો સેમસંગ કંપનીનો એંડ્રોઇડ મોબાઈલ ફોન

જેનો જેની કિ.રૂ.૭૦૦૦/-

કુલ કિ.રૂ. ૭૦૦૦/-

પકડાયેલ આરોપીઓ

1. મો.રીઝવાન ઉર્ફે પાવલી હનીફ શેખ ઉ.વ.૩૭ રહે.ખ્વાજા દરબાર હોટલ, બાંન્દ્રા પ્લોટ, જોગેશ્વરી ઇસ્ટ, મુંબઈ, (મહારાષ્ટ્ર)

2 રઈશ ઉર્ફે બટલા અબ્દુલ અહદ મો.ઈસ્માઈલ શેખ ઉ.વ.૩૭ રહે.કચ્ચા રોડ, મહાકાલી, બીજી ગલી, માલોની મલાડ, મુંબઈ વેસ્ટ, (મહારાષ્ટ્ર)

Back to top button
error: Content is protected !!