HIMATNAGARSABARKANTHA
*હિંમતનગર નગરપાલિકાએ સરવે શરૂ કરી કામગીરી આરંભી.*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*હિંમતનગર નગરપાલિકાએ સરવે શરૂ કરી કામગીરી આરંભી.*



તાજેતરમાં હિંમતનગર શહેરના બંધ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવા અંગે જીલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય દ્વારા માન. કલેકટર શ્રીને રજૂઆત થઈ હતી જે અનુસંધાને રજૂઆતના બીજા જ દિવસે ટાઉન પ્લાનિંગ ચેરમેન ડૉ. જાનકીબેન રાવલે નગરપાલિકા કચેરી ખાતે બાંધકામ ખાતાના ચેરમેન ડીકુલભાઈ ગાંધી સહિત બંને ટીમની તાબડતોડ બેઠક બોલાવી 7 વર્ષ અગાઉ સિગ્નલનું કામ કરતી એજન્સી સાથે થયેલ કોન્ટ્રાક્ટ ની માહિતી મેળવી હતી. જેના પરિણામ સ્વરૂપે ડૉ. જાનકીબેન રાવલે આજરોજ જે તે એજન્સીના એન્જિનિયરને અને ટાઉન પ્લાનિંગ સ્ટાફને હાજર રાખી બંધ સિગ્નલ નો સરવે કરી તેને ચાલુ કરાવવાની દિશામાં કામગીરી આરંભી હતી. આ કાર્યમાં ત્વરિત સહકાર આપવા બદલ નગરપાલિકા ની ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ.



