હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં જુગાર રમતા આઠ જુગારીયાઓને પકડી કુલ રૂ.૩૦,૪૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં જુગાર રમતા આઠ જુગારીયાઓને પકડી કુલ રૂ.૩૦,૪૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ હાલમાં શ્રાવણ માસ ચાલતો હોઇ અસામાજીક તત્વો ભેગા થઇ જુગાર રમવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોઇ સાબરકાંઠા જીલ્લામાં આવી ગેસ્કાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અને સુચના આધારે શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર વોચ રાખી ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ, કમલેશસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા આ હે.કો. રાજેન્દ્રસિંહ તથા આ.હે.કો. પ્રકાશભાઇ તથા અ.પો.કો. જ્ઞાનદીપસિંહ. તથા આપો.કો. વિક્રમસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ, તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. દોલતભાઈ તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ
ઉપરોકત ટીમના માણસો તા.૦૨/૦૮/૨૦૨૫ નારોજ શ્રાવણ માસ દરમ્યાન જીલ્લામાં પ્રોહી-જુગારની બદીને ડામવા માટે એલ.સી.બીના માણસો પ્રયત્નશીલ રહેલ દરમ્યાન અ.પો.કો. જ્ઞાનદીપસિંહ તથા આ.પો.કો અનિરૂધ્ધસિંહ નાઓને સંયુક્ત રાહે ખાનગી બાતમી હકિકત મળેલ કે, “નરેશભાઇ ઉર્ફે નરસીભાઇ પનાભાઇ સલાટ રહે.હિંમતનગર મોતીપુરા સલાટવાસનાઓ તુલસીબેન રવીભાઈ મારવાડી (સલાટ) રહે-હિંમતનગર મોતીપુરા સલાટવાસ આવીશ્કાર હોસ્પીટલ પાસે તા હિંમતનગર જી.સાબરકાંઠા નાઓના કબ્જા ભોગવટાના મકાનની બાજુમાં આવેલ ઓરડીમાં કેટલાક માણસો ભેગા કરી તીન પત્તી પૈસાની હભર-જીતનો જુગાર રમી રમાડે છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત હોય જે બાતમી હકીકતવાળી જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતાં કુલ ૮ (આઠ) ઇસમો એક ઓરડીમાં જુગાર રમવા માટે બેસી ગંજીપાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા હોઈ તેઓની પાસેથી મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૨૦,૨૦૦/- તથા જુગારના દાવ ઉપરની ભરજીતના રૂ.૮૦૦/- તેમજ અંગ ઝડતીની રોકડ રકમ કિં.રૂ.૦.૪૩૦/- તથા પકડેલ ઇસમો પાસેથી મળી આવેલ ગંજીપાના નંગ-૨૪ તથા દાવ ઉપરથી ગંજીપાના નંગ-૨૮ મળી ગંજીપાના કુલ-પર કિ.રૂ.૦૦/-તથા લાઇટ બીલ-૦૧ કિ.રૂ.૦૦/- જે કુલ કિં.રૂ.૩૦,૪૩૦/- નો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર. નં.૧૧૨૦૯૦૧૬૨૫ ૦૯૨૯/૨૦૨૫ ધી જુગાર ધારા કલમ.૪.૫ મુજબનો જુગારની ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) નરેશભાઇ ઉર્ફે નરસીભાઈ સ/ઓ પનાભાઈ મોનાભાઈ સલાટ ઉ.વ.૩૪ રહે.હિંમતનગર મોતીપુરા સલાટવાસ તા.હિંમતનગર જી.સાબરકાંઠા
(૨) લક્ષ્મણભાઇ ઉર્ફે ખેમાભાઈ સ/ઓ કરશનભાઈ સલાટ ઉ.વ.૫૦ રહે હિંમતનગર નવી માયઓન હાઇસ્કુલ પાસે સલાટવાસ તા હિંમતનગર જી.સાબરકાંઠા
(૩) રમેશભાઈ સ/ઓ મુળજીભાઈ દેવાભાઈ સોલંકી ઉ.વ.૫૦ રહે.હિંમતનગર મોતીપુરા સલાટવાસ આવીષ્કાર હોસ્પીટલ પાસે તા. હિંમતનગર જી.સાબરકાંઠા
(૪) પુનમભાઇ સ/ઓ પ્રેમાભાઈ કાનાભાઈ સલાટ ઉં.વ.૪૦ રહે હિંમતનગર નવી માયઓન હાઇસ્કુલ પાસે સલાટવાસ તા હિંમતનગર જી.સાબરકાંઠા
(૫) તેજાભાઈ સ/ઓ નારણભાઈ કલાભાઈ વાઘેલા ઉ.વ.૩૧ રહે હિંમતનગર નવી માયઓન હાઇસ્કુલ પાસે સલાટવાસ તા.હિંમતનગર જી.સાબરકાંઠા
(૬) ભીમાભાઈ સ/ઓ રત્નાભાઇ ઇન્દુભાઇ સલાટ ઉ.વ.પર રહે. હિંમતનગર નવી માયઓન હાઇસ્કુલ પાસે સલાટવાસ ના હિંમતનગર જી.સાબરકાંઠા
(૭) પુનમભાઈ સ/ઓ ધુળાભાઇ મોતીભાઇ સલાટ ઉ.વ.૩૫ રહે હિંમતનગર મોતીપુરા સલાટવાસ આવીષ્કાર હોસ્પીટલ પાસે તા.હિંમતનગર જી.સાબરકાંઠા
(૮) કમલભાઇ સ/ઓ જીતુભાઇ જીવણભાઇ સલાટ ઉ.વ.૨૮ રહે.હિંમતનગર મોતીપુરા સલાટવાસ આવીષ્ઠાર હોસ્પીટલ પાસે તા.હિંમતનગર જી.સાબરકાંઠા


