અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પોલીસવડા કચેરી સામે જ છેલ્લા ઘણા વર્ષોથી સ્પા સેન્ટરો અને ખાનગી ગેસ્ટહાઉસ કાર્યરત,સ્પા અને ગેસ્ટહાઉસની આડમાં ચાલતા દેહવેપાર સામે કયારે થશે કાર્યવાહી…?
અરવલ્લી જિલ્લામાં દેહવેપારના ગેરકાયદેસર ધંધા ધમધમી રહ્યા છે.આવી બદીઓને રોકવામાં પોલીસ તદ્દન નિષફળ નીવડી છે,એટલેજ લોકો જનતા રેડ કરવા મજબુર બની ગેરકાયદે ધંધાને ઉજાગર કરતા હોય છે,પોલીસવડા કચેરી સામે જ છેલ્લા ઘણા વર્ષોથી સ્પા સેન્ટરો અને ખાનગી ગેસ્ટહાઉસ કાર્યરત છે,આ સ્પા અને ગેસ્ટહાઉસની આડમાં ચાલતા દેહવેપાર સામે ભૂતકાળમાં નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ રેડ કરી ગોરખધંધા સાથે સંકળાયેલા આરોપીઓ ને કાયદાના પાઠ ભણાવ્યાં છે.પરંતુ હાલની સ્થિતિ સામે સાવલો ઉઠ્યા છે.લોક ચર્ચા છે કે પોલીસની રહેમ નજર હેઠળ અમુક ખાનગી સ્પા સેન્ટરો અને ગેસ્ટહાઉસમાં દેહવેપાર કરાવતી યુવતીઓને લાવી ગોરખધંધા ચલાવાય છે,જેનો એક સ્ટ્રીગ વિડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.એક ગેસ્ટહાઉસ ના સંચાલકે તેના સોસીયલ મીડિયાના સ્ટેટર્સ પર યુવતીઓની તસ્વીરો મૂકી ગ્રાહકોને અકર્ષવાના પ્રયાસ કર્યા છે.આ બાબતે પોલીસવડા કાયદેસરની કાર્યવાહી હાથ ધરે કારણે હવે ગેસ્ટહાઉસ ના સંચાલકો ખુલ્લેઆમ યુવતીઓના ફોટા વાયરલ કરી ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે.આવા અહેવાલ પ્રસિદ્ધ થાય એટલે અમુક પત્રકારોના પેટમાં તેલ રેડાતું હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. પોલીસ સાથે ની મિત્રતાને કારણે ગોરખધંધા ચલાવતા સંચાલકોને બચાવવાના પ્રયાસના આક્ષેપો સામે આવતા હોય છે.આવી બદી ઓને ડામવા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બાકી સંચાલકોને એમ છે કે પોલીસ શુ ઉખાડી ફેકવા ની છે.આ વહેમને દૂર કરવું એ પણ જરૂરી.બાકી હોતી ચાલતી હે..એ નીતિ ની કોઇ નવાઈ નથી.