HIMATNAGARSABARKANTHA

હિંમતનગર ખાતે ચેરમેનશ્રી (હુડા) અને કલેકટરશ્રી સાબરકાંઠાના અધ્યક્ષસ્થાને હુડાની બેઠક યોજાઇ

અહેવાલ :- પ્રતિક ભોઈ

હિંમતનગર ખાતે ચેરમેનશ્રી (હુડા) અને કલેકટરશ્રી સાબરકાંઠાના અધ્યક્ષસ્થાને હુડાની બેઠક યોજાઇ
**
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ચેરમેનશ્રી (હુડા) અને કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને હુડાની બેઠક યોજાઇ હતી.
સરકારશ્રીના તા.૧૧/૧૧/૨૦૨૩ના જાહેરનામાંથી હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ(હુડા)ની રચના કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૧ ગામોનો સમાવેશ થાય છે. હુડા વિસ્તારમાં મુસદ્દારૂપ વિકાસ યોજના બનાવવાના ભાગરૂપે ચેરમેનશ્રી (હુડા) અને કલેકટરશ્રી સાબરકાંઠાના અધ્યક્ષસ્થાને જુદા-જુદા સરકારી વિભાગના અધિકારીશ્રીઓ સાથે તેમજ ચુંટાયેલા પદાધિકારીશ્રીઓ તેમજ હુડામાં સમાવિષ્ટ જુદા-જુદા એસોશિએશન જેવા કે ક્રેડાઇ, એન્જિનીયર, એ.પી.એમ.સી, જી.આઇ.ડી.સી, સહકારી મંડળીઓના પ્રતિનિધીઓ વિગેરે સ્ટેક હોલ્ડરો સાથે અત્યાર સુધી થયેલ કામગીરીની તબક્કાવાર સમજુતી પુરી પાડવામાં આવી હતી. તેમજ આગામી વર્ષ -૨૦૪૪ સુધીમાં થનાર વિકાસને ધ્યાને લઇ મુસદ્દારૂપ વિકાસ યોજના બાબતે તેઓશ્રીના મંતવ્યો મેળવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદશ્રી શોભનાબેન બારૈયા,રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા,ધારાસભ્યશ્રી હિંમતનગર વી. ડી ઝાલા, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભુમિકાબેન પટેલ નગરપાલિકા પ્રમુખશ્રી વિમલ ઉપાધ્યાય સહિત વિવિધ પદાધિકારશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી આગામી વિકાસ યોજના બાબતે રસ દાખવી તેઓના સુચનો કર્યા હતા.

Back to top button
error: Content is protected !!