GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari:-મંત્રીશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે નવસારી જિલ્લાના વિવિધ રસ્તા અને મકાનોના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું…

*રૂપિયા 238 કરોડના ખર્ચે છ કામોનું ખાતમુહૂર્ત અને એક કામનું લોકાર્પણ કરાયું*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

*રૂપિયા 238 કરોડના ખર્ચે છ કામોનું ખાતમુહૂર્ત અને એક કામનું લોકાર્પણ કરાયું*

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નવસારી જિલ્લાના વિવિધ રસ્તા અને મકાનોના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય જલ શકિત મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તથા વિવિધ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય જલ શકિત મંત્રીશ્રી સી.આર.પાટીલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીન સરકાર સાથે ત્રીજુ એન્જીન એટલે જાહેર જનતા. જાહેર જનતા જે કામમાં જોડાઇ છે તે કામને સફળ બનાવે છે. સંયુક્ત પ્રયાસના સારા પરિણમો મળતા હોય છે. જેના કારણે આપણા વિસ્તાર થી લઇ દેશ સુધી વિકાસ થાય છે. વધુમાં તેમણે ગુજરાત એક એવુ રાજ્ય છે જ્યા સરકાર સાથે લોકો કામમા ભાગીદાર બની રાજ્યના વિકાસનુ કારણ બને છે એમ જણાવી લોકોની સક્રિયતાને બીરદાવી હતી. મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરેલ કામોની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, આદિવાસી દિકરા દિકરીઓના ટેલેન્ટનો ઉપયોગ દેશના વિકાસમાં થાય તે માટે આયોજન પુર્વક વિવિધ શાળા કોલજો આદિવાસી વિસ્તારમાં ઉભી કરી છે જેના કારણે વિદ્યાર્થીઓએ એક પણ રૂપિયો ખર્ચ ન કરવો પડે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. તેમણે નવસારી જિલ્લામાં આજે 238 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહુર્ત થકી જિલ્લાની પ્રગતિ થશે એમ જણાવી ફોરલેન રોડના કારણે અકસ્માત નિવારણ થવાની સાથે આપણા વિસ્તારના વિકાસમાં ઉપયોગી બનશે એમ ખાત્રી દર્શાવી હતી. તેમણે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ‘જન્મભુમીથી કર્મભુમી સુધી’ સુત્ર સાથે રેઇનવોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ રાજ્યોમાં હાથ ધરેલ કામોની જાણકારી આપી નવસારી જિલ્લામાં રેઇનવોટર હાર્વેસ્ટના કામોની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ આગામી 5 વર્ષમાં પાણીની કોઇ સમસ્યા ન થાય તે માટે નવીનતમ ટેકનોલોજી, જમીન પુથ્થકરણ કરી પાણીની બચત અને પાકમા નવીનતા જેવી કામગીરી થકી સૌને રેઇનવોટર હાર્વેસ્ટમાં સહભાગી થવા જણાવ્યું હતું. અંતે મંત્રીશ્રીએ ‘પાણીની બચત કરવાની ટેવ પાડો’ એમ મીઠી ટકોર ઉપસ્થિત સૌને કરી હતી. ધારાસભ્ય નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં સાયન્સ કોલેજ, આશ્રમ શાળા, વિવિધ વિસ્તારને જોડતા રોડ જેવા અનેક વિકાસના કામો સફળતાપૂર્વક પુરા થયા છે. આવનાર સમયમાં લોકોની સમસ્યાના નિવારણરૂપ ચાર માર્ગીય રસ્તાઓ મંજૂર થયા છે. આજે 238 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહુર્ત આજે કર્યું છે જેના માટે આપણે સૌએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તક્તી અનાવરણ કરી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું હતું. કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇશ્રી મનીષ પટેલે સ્વાગત પ્રવચન મારફત સૌને આવકારી ખાતમુહુર્ત અને લોકાર્પણ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
આ પ્રસંગે વલસાડ-ડાંગ લોકસભા દંડક અને સંસદસભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ સહિત જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા તથા જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!