હાલોલ:ભૂલા પડેલા મહિલાને તેનું ઘર શોધીને સહી સલામત રીતે તેની ફેમિલી ને સોંપતી 181 અભયમ ટીમ હાલોલ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૭.૨૦૨૫
એક જાગૃત નાગરિક દ્વારા 181માં ફોન કરીને જણાવ્યું હતું કે એક અજાણ્યા મહિલા મળી આવ્યા છે તે બોલી શકતા નથી અને તેની પાસે તેને આવતા જતા લોકોએ પુછપરછ કરતા ગભરાઈ ગયા છે તો તેની મદદ માટે જણાવેલ.જેથી હાલોલ 181ની ટીમ ના કાઉન્સિલર મધુબેન અને કોન્સ્ટેબલ ચેતના બેન ટીમ સહિત ગણતરીના સમય માં બોલાવેલ સ્થળે પહોંચીને મહિલા સાથે વાતચિત કરી હતી.તેમાં આ મહિલાને સરખું બોલાતું ન હતું તે માટે તેની બોલી સમજાતી ન હતી.પછી આ મહિલાને નોટ-પેન આપતા તે લખીને તેનું નામ સરનામું જણાવેલ અને
મહિલા ના લગ્ન થયેલાં છે ઉંમર 23 વર્ષ અને તેનું ગામ હાલોલ ના જાંબુડી ગામ માં હોઈ અને સાસરી છોટાઉદેપુર ના ભિખાપુરા,બાકરોલ નજીક માં છે તેને સાસરિયા માં મારપીટ કરવાના કારણે તે સાસરિયા માંથી પિયરમાં આવેલ.તે હાલોલ બસ્ટેન્ડ થી રસ્તામાં આવી ને બેઠા હતા.તેને સમજાવેલ કે રસ્તામાં નય બેસી રહેવા જણાવેલા પછી તેના જણાવેલ સરનામે શોધખોળ કરી ગામના સરપંચ નો કોન્ટેક્ટ કરેલ પછી તેમનું ઘર શોધ્યું હતું ત્યારે તેના પિતાનુ આશરે 3વર્ષ પેહલા નિધન થયેલ છે મમ્મી,બહેન ઘરે હાજર હતા આ મહિલા ને માનસિક સ્થિતિ થોડી સારી નથી અને હોસ્પિટલ સારવાર ચાલુ હતી હમણાં બંધ કરી છે સાસરીમાં થી સારવાર કરાવતા નથી તેથી તે વાંરવાર કોઈને કોઈ જગ્યાએ નીકળી જાય છે થોડા સમય પહેલાં મુંબઈ માથી લાવવામાં આવ્યા હતા.માટે પરિવાર ને સમજાવેલ કે મહિલાનું ધ્યાન રાખે એકલા ઘરની બહાર જવા દેવા નહિ કહી અને તેની સારવાર ચાલુ રાખવા સમજવેલ.ત્યારબાદ તેના પરિવાર ને સુરક્ષિત સોંપવામાં આવતાં પરિવાર એ 181 અભયમ હાલોલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.